Antilia-Sachin Vaze case : મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે તપાસના આદેશ, જાણો કોણ કરશે તપાસ

Antilia-Sachin Vaze case : સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર લગાવાયેલા આરોપો અત્યંત ગંભીર છે.

Antilia-Sachin Vaze case : મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે તપાસના આદેશ, જાણો કોણ કરશે તપાસ
Uddhav Thackeray and Anil Deshmukh
Follow Us:
| Updated on: Mar 28, 2021 | 3:11 PM

Antilia-Sachin Vaze case : એન્ટીલિયા-સચિન વાઝે કેસમાં મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરના સનસનાટીભર્યા આરોપોની સત્યતા શોધવા માટે  મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન  ઉદ્ધવ ઠાકરેએ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે તપાસ કરવા અંગે મોટો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામે તપાસના આદેશ આપી દેવાયા છે. પરમબીર સિંહના દેશમુખ સામેના આરોપોની તપાસ હવે બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા કરવામાં આવશે.

ગૃહપ્રધાન દેશમુખે જ આ માહિતી આપી ગૃહપ્રધાન અનિલ દેશમુખે જ આ માહિતી આપી છે કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નિર્ણય લીધો છે કે બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ  પરમબીર સિંહ દ્વારા તેમના પર લગાવાયેલા આરોપોની તપાસ કરશે. જો કે આ તપાસ કયા ન્યાયાધીશ કરશે એની હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે અનિલ દેશમુખ ઉપર 100 કરોડની વસુલી કરવાના  ટાર્ગેટનો આરોપ લગાવ્યો ત્યારથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ગૃહપ્રધાન દેશમુખે જ કરી હતી તપાસની માંગ તાજેતરમાં જ અનિલ દેશમુખે પોતે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને તેમના ઉપર લગાવવામાં આવેલા આરોપોની તપાસની માંગ કરી હતી. અનિલ દેશમુખે 25 માર્ચે પરમબીર સિંહ વતી લખેલા સનસનાટીભર્યા પત્રમાં કરવામાં આવેલા આરોપોની તપાસ કરતી વખતે આ પત્ર લખ્યો હતો. અનિલ દેશમુખે મરાઠીમાં ટ્વિટ કરીને લખ્યું  કે, “મેં મુખ્યપ્રધાનને પરમબીર સિંહે મારા ઉપર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવાની માંગ કરી છે જેથી સત્ય બહાર આવે. જો મુખ્યપ્રધાન તપાસના આદેશ આપે તો હું તેનું સ્વાગત કરીશ. સત્યમેવ જયતે.”

પરમબીરસિંહે સીબીઆઈ તપાસની માંગ કરી છે મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર  પરમબીરસિંહે બોમ્બે હાઇકોર્ટમાં અરજી કરી છે. પરમબીરસિંહે તેમના બદલી કરવાના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે અને  મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ સીબીઆઈ તપાસની માંગ કરી છે. અગાઉ સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહની અરજી ફગાવી દીધી હતી અને તેમને હાઇકોર્ટમાં જવાની સલાહ આપી હતી.

સુપ્રીમ કોર્ટે દેશમુખ પરના આરોપો ગંભીર ગણાવ્યા હતા પરમબીર સિંહે લેટરબોમ્બ બાદ સુપ્રીમના દરવાજા ખખડાવ્યા હતા અને અનિલ દેશમુખ વિરૂદ્ધ તપાસની માંગ કરી હતી. પરંતુ સુપ્રીમે તેમની અરજી ફગાવી દીધી હતી. અરજી ફગાવતી વખતે સુપ્રીમે તેમને હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી. આ સાથે જ તેમની અરજી વિશે સુપ્રીમે કહ્યું હતું કે અરજીમાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખમાં લગાવેલા આરોપો અત્યંત ગંભીર છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">