એક સાંસદને સંસદમાંથી કાઢી મુકાયા બહાર, જાણો શું હતું કારણ

એક સાંસદને સંસદમાંથી કાઢી મુકાયા બહાર, જાણો શું હતું કારણ

New Zealand : સંસદમાં ગયા વર્ષે જ્યારે ટાઇનો મુદ્દો પ્રથમ વાર સામે આવ્યો હતો ત્યારે સ્પીકરે તમામ સાંસદોને લેખિતમાં રજૂઆત અને સૂચનો આપવા જણાવ્યું હતું.

Nakulsinh Gohil

| Edited By: Bipin Prajapati

Feb 10, 2021 | 6:53 PM

New Zealandમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ટાઇ (necktie)ન પહેરવા બદલ એક સાંસદને સજા કરવામાં આવી છે. New Zealandની સંસદમાં એક આદિજાતિ સાંસદ રવિરી વિટીટી (Rawiri Waititi)એ સંસદમાં ટાઇ પહેરવાનો ઇનકાર કર્યો હતો, જેના પછી તેમને સંસદમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. સાંસદે કહ્યું હતું કે ટાઇ ન પહેરવાનો નિયમ આધુનિક સમયમાં યોગ્ય નથી. તેમણે આરોપ લગાવ્યો કે આ ગૃહમાં મેક્સિકો મૂળના સાંસદો પણ છે, જેઓ તેમની પરંપરાગત ટાઇ પહેરે છે, પરંતુ તેનાથી કોઈને સમસ્યા નથી? તેમણે સવાલ ઉઠાવ્યો કે અમને આદિવાસીઓને શા માટે રોકવામાં આવી રહ્યા છે? તેમણે કહ્યું હતું કે ટાઇ અમારા માટે ગુલામીનું પ્રતીક છે અને અમે ટાઈ પહેરીશું નહીં.

સ્પીકરના નિર્ણયની નિંદા કરવામાં આવી New Zealandની સંસદના સ્પીકર ટ્રેવર મલ્લાર્ડે આદિવાસી સાંસદ રવિરી વેટ્ટીને કહ્યું હતું કે જો તેમણે સરકારને પ્રશ્નો પૂછવા હોય તો ટાઇ પહેરવી પડશે, પરંતુ સાંસદ રવિરી વેટ્ટીએ સ્પીકરની વાતને નકારી કાઢતાની સાથે જ તેમને સંસદમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સ્પીકરના નિર્ણયની નિંદા કરવામાં આવી રહી છે.

An MP was expelled from Parliament, find out what the reason was

ન્યુઝીલેન્ડના સાંસદ રવિરી વિટીટી

અગાઉ સ્પીકરે આપી હતી ચેતવણી રવિરી માઓરી જનજાતિના છે અને તે માઓરી પાર્ટીના સભ્ય છે. આ વખતે તે ટાઇની જગ્યાએ આદિજાતિ સંબંધિત એક લોકેટ પહેરીને સંસદમાં આવ્યા હતા. સ્પીકરે પોતાની ચેમ્બરમાં બોલાવ્યા અને સમજાવ્યું કે સંસદમાં ટાઇ પહેરવી જરૂરી છે, પરંતુ રવિરીએ ટાઈ પહેરવાની ના પાડી અને તેને ગુલામીનું પ્રતીક ગણાવ્યું.

ન્યુઝીલેન્ડની સંસદમાં ટાઈ પહેરવી જરૂરી New Zealandની સંસદમાં ગયા વર્ષે જ્યારે ટાઇનો મુદ્દો પ્રથમ વાર સામે આવ્યો હતો ત્યારે સ્પીકરે તમામ સાંસદોને લેખિતમાં રજૂઆત અને સૂચનો આપવા જણાવ્યું હતું.જવાબમાં મોટાભાગના સાંસદોએ કહ્યું હતું કે ટાઇ પહેરવાનો નિયમ યોગ્ય છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડની સંસદમાં ટાઈ પહેરવાનો નિયમ શરૂ રહ્યો.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati