AMIT SHAHનો હુંકાર, “પહેલા ખેડૂત કાયદાઓ રદ્દ કરો, પછી ચર્ચા કરીશું , આવું નહી ચાલે”

ગૃહપ્રધાન AMIT SHAHએ કહ્યું કે સરકાર ખેડૂત સંગઠનો સાથે ખુલ્લા મનથી વાતચીત કરવા અને જો જરૂરી હોય તો કાયદામાં ફેરફાર કરવા તૈયાર છે, પરંતુ પહેલા ખેડૂત કાયદાઓ રદ્દ કરો, પછી ચર્ચા કરીશું ...આવું નહી ચાલે.

AMIT SHAHનો હુંકાર, પહેલા ખેડૂત કાયદાઓ રદ્દ કરો, પછી ચર્ચા કરીશું , આવું નહી ચાલે
ફાઈલ ફોટો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 19, 2021 | 6:48 AM

ત્રણ નવા ખેડૂત કાયદાની વિરુદ્ધમાં ખેડૂતોનું આંદોલન ચાલુ છે. આંદોલનના મુખ્ય ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પશ્ચિમ બંગાળની ચૂંટણી પર રાજ્યમાં આંદોલનને ધાર આપવાની જાહેરાત કરી છે. ખેડૂત કાયદા સામે પંજાબ અને હરિયાણાના ખેડુતોમાં સૌથી વધુ નારાજગી જોવા મળી રહી છે અને જેને કારણે પંજાબની સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને મોટું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં પ્રશ્ન ઉભો થાય છે કે શું ખેડૂત આંદોલનની અસર બંગાળની ચૂંટણીઓ પર પણ જોવા મળશે.

મમતા સરકારને કારણે બંગાળના ખેડુતોને 6 હજાર મળતા નથી એક કાર્યક્રમમાં ગૃહપ્રધાન AMIT SHAHને પૂછવામાં આવ્યું કે શું ખેડુતોના આંદોલનથી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપને નુકસાન થશે ત્યારે તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળના ખેડૂતોની એક અલગ સમસ્યા છે, જેનો ખેડૂત નેતાઓ જવાબ આપવા માંગતા નથી. મોદીજી દ્વારા ખેડૂતોને મોકલાતા વાર્ષિક 6 હજાર રૂપિયા પશ્ચિમ બંગાળના ખેડૂતોને મળતા નથી, કારણકે મમતા દીદી આ માટે ખેડૂતોનું લીસ્ટ જ આપતા નથી. દેશભરના ખેડુતોને વર્ષે 6 હજાર રૂપિયા મળે છે, પરંતુ પશ્ચિમ બંગાળના ખેડૂતોને આવું નથી. પરંતુ પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બન્યા પછી અમે ખેડુતોને જૂની બાકી રકમ સાથે યોજનાના નવા હપ્તા પણ આપીશું.

કાયદાઓ રદ્દ કરો, પછી ચર્ચા કરીશું …આવું નહી ચાલે ગૃહપ્રધાન AMIT SHAHએ  કહ્યું કે સરકાર ખેડૂત સંગઠનો સાથે ખુલ્લા મનથી વાતચીત કરવા અને જો જરૂરી હોય તો કાયદામાં ફેરફાર કરવા તૈયાર છે, પરંતુ પહેલા ખેડૂત કાયદાઓ રદ્દ કરો, પછી ચર્ચા કરીશું …આવું નહી ચાલે. ગૃહપ્રધાન શાહે કહ્યું કે જો કોઈને લાગે કે ખેડૂત કાયદામાં કંઈક એવું છે જે ખેડૂતોના હિતની વિરુદ્ધ છે તો સરકાર ખુલ્લા મને વાતચીત કરવા તૈયાર છે. પરંતુ વાતચીત એવી ન હોઈ શકે કે પહેલા ખેડૂત કાયદાઓ રદ્દ કરો, પછી વાત કરો. કાયદામાં ખેડૂત વિરોધી લાગે તેવી જોગવાઈઓની ચર્ચા કરો. અમે કાયદામાં ફેરફાર માટે તૈયાર છીએ. પરંતુ તમે આ પ્રકારની ચર્ચા કરવા માંગતા નથી.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

ખેડૂત કાયદામાં કંઇપણ ફરજીયાત નથી, અમે નવા વિકલ્પો આપ્યા ગૃહપ્રધાન AMIT SHAHએ  કહ્યું કે 130 વર્ષ પછી સરકાર ખેડૂતોના ઉત્પાદનની માર્કેટિંગ સિસ્ટમમાં સુધારો લાવવાનો પ્રયાસ કરી રહી છે. નવા કાયદાઓએ ખેડુતો પર કંઈપણ બળજબરીથી થોપ્યું નથી. તેના બદલે તેઓને નવા વિકલ્પો આપવામાં આવ્યા છે, તે પણ જૂના મુદ્દાઓને બંધ કર્યા વિના. મોદીજીએ તેને દેશની સંસદમાં ખૂબ સારી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આખી સિસ્ટમમાં કંઇપણ ફરજીયાત નથી. અમે નવો વિકલ્પ આપીને જુનો વિકલ્પ બંધ કરી રહ્યાં નથી. કયો વિકલ્પ પસંદ કરવો એ નિર્ણય ખેડૂતો પર છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">