West Bengal: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપના કેન્દ્રીય નેતાઓ અવારનવાર પશ્ચિમ બંગાળની મુલાકાત લઈને ભાજપ તરફી રાજકીય ગતિવીધીઓને તેજ કરી રહ્યાં છે. જેના ભાગરૂપે કેન્દ્રીય ગૃહપ્રધાન અને પશ્ચિમ બંગાળ ચૂંટણીનો હવાલો ધરાવતા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પશ્ચિમ બંગાળ જશે. અમિત શાહ કોલકત્તામાં મટુઆ સમાજના લોકોને સંબોધન કરશે. તો સાયન્સ સિટીમાં સોશિયલ મીડીયાના વોલિયન્ટર્સને સંબોધન કરશે. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, જાન્યુઆરીમાં અમિત શાહ પશ્ચિમ બંગાળમાં જવાના હતા. પરતુ ખેડૂત ટ્રેકટર રેલીને કારણે સર્જાયેલ સ્થિતિને ધ્યાને લઈને અમિત શાહે તેમનો બંગાળ પ્રવાસ પડતો મૂક્યો હતો.