અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર AIMPLB દાખલ કરશે પુનર્વિચાર અરજી

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો-બોર્ડે કહ્યું કે, અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર તેઓ પુનર્વિચાર અરજી દાખલ કરશે. આ સાથે AIMPLBએ કહ્યું કે, મસ્જિદ માટે અન્ય જગ્યાએ આપવામાં આવેલી 5 એકર જમીન મંજૂર નથી. AIMPLBના મત પ્રમાણે તેઓ બીજી જગ્યાએ જમીન મેળવવા માટે અદાલતમાં પહોંચ્યા નહોતા. તેમને એ સ્થાન પર જ જમીન જોઈએ જ્યાં બાબરી […]

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર AIMPLB દાખલ કરશે પુનર્વિચાર અરજી
TV9 Webdesk12

|

Nov 17, 2019 | 11:05 AM

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો-બોર્ડે કહ્યું કે, અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર તેઓ પુનર્વિચાર અરજી દાખલ કરશે. આ સાથે AIMPLBએ કહ્યું કે, મસ્જિદ માટે અન્ય જગ્યાએ આપવામાં આવેલી 5 એકર જમીન મંજૂર નથી. AIMPLBના મત પ્રમાણે તેઓ બીજી જગ્યાએ જમીન મેળવવા માટે અદાલતમાં પહોંચ્યા નહોતા. તેમને એ સ્થાન પર જ જમીન જોઈએ જ્યાં બાબરી મસ્જિદ બની હતી.

આ પણ વાંચોઃ નિત્યાનંદ આશ્રમમાં અડગંબગડંઃ નિત્યાનંદિતાના મામલે કરણીસેનાના કાર્યકરોનો હોબાળો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લખનૈઉમાં હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે AIMPLBની આજે લાંબી બેઠક યોજાઈ હતી. પહેલા આ બેઠક નદવા ઈસ્લામિક સેન્ટર ખાતે થવાની હતી. પરંતુ એક શિક્ષણ સંસ્થાનમાં મિટિંગ કરવાનું કેટલાક સદસ્યોને યોગ્ય ન લાગતા સ્થાન બદલ્યું હતું. જે બાદ લખનૈઉના મુમતાજ કોલેજમાં બેઠક યોજાઈ હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બેઠક પછી પ્રેસ કોન્ફરન્સ દ્વારા AIMPLBના સદસ્ય કાસિમ રસૂલ ઈલિયાસે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણયની વિરુદ્ધ પુનર્વિચાર અરજી દાખલ કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati