Ahmedabad Youth Congress: યુથ કોંગ્રેસની મિટિંગમાં છુટ્ટા હાથની મારામારી ! મહિલા સભ્યોની હાજરીમાં ગાળાગાળીથી નેતાઓ શરમમાં પડ્યા

Ahmedabad Youth Congress: કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે મળેલી યુથ કોંગ્રેસની આજની મિટિંગમાં બે જુથ સામસામે આવી ગયા

Sachin Kolte
| Edited By: | Updated on: Jul 06, 2021 | 8:33 PM

Ahmedabad Youth Congress: કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે મળેલી યુથ કોંગ્રેસની આજની મિટિંગમાં બે જુથ સામ સામે આવી ગયા, મિટિંગમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત આઈ.વાય.સી. ના પ્રભારી તેમજ સિનિયર નેતા ભરતસિંહ સોલંકી પણ હાજર હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ વાત એટલી હદ સુધી વણસી કે ગાળાગાળી પણ થઈ અને ત્યારબાદ મારામારીની પણ ઘટના બની. સિનિયર નેતાઓની હાજરીમાં બનેલી આ ઘટના ખૂબ જ ગંભીર કહેવાય, યુથ કોંગ્રેસની આ મિટિંગમાં મહિલા સભ્યો પણ હાજર હતી, જેમને બહાર નીકળી જવાની ફરજ પડી હતી.

જો કે આ મામલે યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું કહેવું છે કે ઉંમરના પ્રશ્નને લઈને રજુઆત જરૂર હતી પણ બોલાચાલી કે મારામારીની વાત ખોટી છે આવું કઈ બન્યું જ નથી.

આ મિટિંગમાં યુથ કોંગ્રેસના નેતા વિશ્વનાથસિંહ વાઘેલા અને પૂર્વ એન.એસ.યુ.આઇ. પ્રદેશ અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલના ગ્રુપના લોકો સામ સામે આવ્યા હોવાનું મનાઈ રહ્યું છે. હવે આ ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પણ કોંગ્રેસમાં જુથબંધીની બાબત કોઈ નવાઈ નથી. આ મામલે હવે સિનિયર નેતાઓ કેવા પ્રકારનાં પગલા ભરે છે તેના પર સૌ કોઈની નજર ટકેલી છે.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">