Ahmedabad Local Body Election 2021: કોંગ્રેસે અમદાવાદ શહેર માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, અમેઝિંગ સિટી બનાવવાનું વચન

Ahmedabad Local Body Election 2021: આખરે કોંગ્રેસે અમદાવાદ શહેર માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેમાં અમેઝિંગ સિટી બનાવવાનું વચન કોંગ્રેસે આપ્યું છે. કોંગ્રેસે આ ઢંઢેરામાં શિક્ષણ, આરોગ્ય, ટેક્સ સહિત વિકાસના વાયદા કર્યા છે. શિક્ષણમાં અલ્ટ્રામોર્ડન સ્કૂલ, આરોગ્યમાં ત્રિરંગા ક્લીનીક અને પ્રોપર્ટી ટેક્સમાં સંપૂર્ણ માફી જેવા વાયદા લોકોને આકર્ષવા કરાયા છે. કોંગ્રેસનાં ઢંઢેરા પર નજર […]

| Updated on: Feb 15, 2021 | 9:21 AM

Ahmedabad Local Body Election 2021: આખરે કોંગ્રેસે અમદાવાદ શહેર માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેમાં અમેઝિંગ સિટી બનાવવાનું વચન કોંગ્રેસે આપ્યું છે. કોંગ્રેસે આ ઢંઢેરામાં શિક્ષણ, આરોગ્ય, ટેક્સ સહિત વિકાસના વાયદા કર્યા છે. શિક્ષણમાં અલ્ટ્રામોર્ડન સ્કૂલ, આરોગ્યમાં ત્રિરંગા ક્લીનીક અને પ્રોપર્ટી ટેક્સમાં સંપૂર્ણ માફી જેવા વાયદા લોકોને આકર્ષવા કરાયા છે. કોંગ્રેસનાં ઢંઢેરા પર નજર નાખીએ તો

શિક્ષણ
-શિક્ષણના વેપારીકરણ પર રોક
-અલ્ટ્રા મોર્ડન સ્કૂલો દ્વારા મફત શિક્ષણ
-રોજગારલક્ષી શિક્ષણ
-તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ
-24 કલાક રીડિંગ લાઈબ્રેરીઓ
-કોર્પોરેશનની શાળાઓમાં નર્સરી, જુ.કેજી, સી.કેજીની વ્યવસ્થા
-દરેક વોર્ડમાં ઈંગ્લીશ મીડીયમ શાળાઓ
-કોર્પોરેશનની શાળાઓમાં કોન્ટ્રાકટ સિસ્ટમ નાબૂદ કરી કાયમી ધોરણે સરકારી જોબ

આરોગ્ય
-શહેરના દરેક લોકોને કોરોના વેકસીન ફ્રી
-ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે 24/7 એમ્બ્યુલન્સ સેવા
-200થી 1000 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ
-દરેક વોર્ડમાં ત્રિરંગા ક્લિનિક
-એક્સ રે, સીટી સ્કેન અને MRIની રાહત દરે સુવિધા
-ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે મફત ટેસ્ટિંગ
-આંખોના નંબરનું ફ્રી ટેસ્ટિંગ
-વી એસ હોસ્પિટલને ફરી શરૂ કરવાનો વાયદો
-હોસ્પિટલોમા કોન્ટ્રાકટ સિસ્ટમ નાબૂદ કરી મેડિકલ સ્ટાફને સરકારી જોબ
-ગરીબ પરિવારોના મુખ્ય વ્યક્તિને એક લાખ રૂપિયાનું પર્સનલ એક્સિડન્ટલ વિમાનું કવચ
-જનભાગીદારીથી રેફરલ હોસ્પિટલોનું નિર્માણ
-સુપર સિનિયર સિટીઝનોને ઘરે બેઠા 24 કલાક ઇમરજન્સી મોબાઈલ ટ્રીટમેન્ટ

ટેક્સ
-ભરી શકાય તેવું ટેક્સ માળખું
-લોકડાઉન દરમ્યાનનો પ્રોપર્ટી ટેક્સ સંપૂર્ણ માફ
-ભાડુઆત અને મકાન માલિકનો ભેદભાવ દૂર કરી સિંગલ પ્રોપર્ટી ટેક્સ
-નાના રોજગાર, કારખાનેદાર, કારીગર, વેપારીઓ અને ગૃહ ઉદ્યોગોને પ્રોફેશનલ ટેક્સમાં 50 ટકા રાહત
-50 વીજ યુનિટ સુધીના વપરાશકારોને લાઈટ બીલમાં સંપૂર્ણ માફી
-નવા સમાવાયેલા ગામડા અને વિસ્તારોમાં સુવિધાઓ ના પહોંચે ત્યાં સુધી કોઈ ટેક્સ નહીં લેવાનું વચન

આઇકોનીક અમદાવાદ
-રેઇનબો એમિનિટીઝ ફોર ઓલ જનરેશન
-શહેરને આઇકોનીક યુથ સિટીનો દરજ્જો
-પરસનાલિટી હોલનું નિર્માણ
-ન્યુ જનરેશન માટે જીમ
-યુથ, સ્ટુડન્ટસ, કપલ અને કોર્પોરેટ માટે ડિસ્કશન ડેસ્ટિનેશન વિથ કોફી શોપ
-મહિલાઓને સ્વબચાવ માટે જુડો-કરાટે ની તાલીમ
-લેડીઝ માટે કિટ્ટી પાર્ટી હોલ, ડેસ્ટિનેશન, ગ્રાઉન્ડની ફેસિલિટી
-લક્ઝુરિયસ બેંકવેટ અને કોમ્યુનિટી હોલનું નિર્માણ
-યુથ માટે મોટીવેશનલ પ્રોગ્રામ
-સ્પોર્ટ યુથ કોમ્પલેક્ષ અને સ્ટેડિયમનું નિર્માણ
-કંકારીયામાં ડોલ્ફીન શોનું આયોજન
-કાંકરિયા પર રોપ વે અને તરતી રેસ્ટોરન્ટ
-કાંકરિયા અને રિવરફ્રન્ટ જેવા સ્થળોની ફિમાં ઘટાડો

ટ્રાફિક
ટ્રાફિકથી મુક્તિ મેળવવા પાર્કિંગમાં વધારો
-સીટી બસની સંખ્યા અને રૂટમાં વધારો
-શહેરમાં ડબલ ડેકર બસનો
-પબ્લિક ટ્રાન્સપોર્ટનો વ્યાપ વધારી પરવડે તેવા ભાવે કંસેશન પાસ
-BRTS રૂટ અને સ્ટોપેજની પુનઃ સમીક્ષા
-મહિલાઓ અને એક્સ આર્મીમેન માટે સીટી બસની મફત મુસાફરી
-શહેરના વિવિધ બજારોમાં વેપારીઓ અને ગ્રાહકો માટે મલ્ટીલેવલ પાર્કિંગ
-ક્રેન રાજના આકરા દંડ માંથી પ્રજાને સંપૂર્ણ મુક્તિ
-ટ્રાફિકવાળા એરિયામાં ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજ નું નિર્માણ
-ટ્રાફિક પોલીસ માટે રિલેક્સ સ્પેસ સ્ટેશનો

ગ્રીન અમદાવાદ
-પોલ્યુશનની કાયમી સોલ્યુશન
-ખાનગી ઇ-વિહિકલ લાવવા પ્રોત્સાહન
-પ્રદુષિત પાણી, ડ્રેનેજ વોટર, સોલિડ વેસ્ટના નિકાલ માટે અદ્યતન રિસાઈકલિંગ પ્લાન્ટનું નિર્માણ
-મેડિકલ વેસ્ટના નિકાલની યોગ્ય વ્યવસ્થા
-શહેરમાં વૃક્ષોની હારમાળા કરવામાં મદદરૂપ વ્યક્તિ, સંસ્થા કે વ્યવસાયિક કંપનીઓને પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સમાં રાહત

સ્લમ ફ્રી અમદાવાદ
-ઘરવિહોણા પરિવારોને ઘરનું ઘર, સ્લમ ફ્રી નગર
-મધ્યમ વર્ગને જનભાગીદારીથી રાહતદરે ઘરનું ઘર
-શહેરી પડતર જમીનમાં ઝુંપડવાસીઓને પરવડે તેવા ભાવે ઘરનું ઘર

પાણીની સુવિધા
-શહેરમાં પૂરતા પ્રેશસરથી નિયમિત શુદ્ધ પાણી
-પાણીની જંબો ટાંકીઓનું નિર્માણ
-વરસાદી પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર યોજના
-નવી ગટરોનું નિર્માણ
-શહેરના બાગ બગીચા, બસ સ્ટેન્ડ, બજારો અને ફરવાના સ્થળે ઇ વોટર પ્લાન્ટ દ્વારા પીવાનું પાણી

બેરોજગાર મુક્ત અમદાવાદ
-50 હજાર બેરોજગરોને રોજગારની ગેરેન્ટી
-કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં ભરતી
-કોન્ટ્રાકટ અને આઉટ સોરસિંગ પ્રથા નાબૂદ કરી યુવાનોને કાયમી સરકારી નોકરીઓ
-કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં વર્ગ 3 અને 4ના કર્મચારીઓને કાયમી નોકરી
-લારી-ગલ્લા, પાથરણાવાળા સાથે થતો અન્યાય અને હપ્તારાજ દૂર કરવા પહેચાન કાર્ડ આપી વિશેષ વેન્ડર ઝોન
-બેરોજગાર યુવાનોને રોજગારી અને નોકરીના માર્ગદર્શન માટે પ્લેસમેન્ટ અને તાલીમ સેન્ટર

સુવિધાથી સજ્જ અમદાવાદ
-નાગરિકોની સુરક્ષા માટે શહેરમાં CCTV
-જાહેર શૌચાલયનું નિર્માણ
-મેન્યુઅલ ગટર સફાઈ કામગીરી બંધ કરી મશીનરીનો ઉપયોગ
-ભુખ્યાને ભોજન માટે બાપા સીતારામ, જલારામ જેવા સંતોના નામે અન્નક્ષેત્રો અને ફૂડ સ્ટોલ
-પશુ-પંખીઓની સારવાર માટે 24 કલાક મહાવીર મોબાઈલ સર્વિસ
-બીમાર ગાયો માટે ગોવિંદ ગૌ સેવા કેન્દ્ર
-નોકરીથી ટેન્ડર સુધીની પારદર્શક પ્રક્રિયા
-ભ્રષ્ટાચાર પર અંકુશ
-હાઇરાઈઝ બિલ્ડીંગમાં નાગરિકોને બચાવી શકાય તેવું વર્લ્ડ કલાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેનું ફાયર બ્રિગેડ સ્ટેશન
-ફાયર સેફટીનો કડકાઇથી અમલ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">