BJPના 41માં સ્થાપના દિવસ પર PM મોદીએ કહ્યું “ભાજપ ચૂંટણી જીતવાનું મશીન નથી, દિલ જીતવાનું અભિયાન છે”

ભારતીય જનતા પાર્ટીનો આજે 41 મો સ્થાપના દિવસ છે. ત્યારે નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યકરોને સંબોધ્યા હતા. પાર્ટીના ઈતિહાસને વાગોળતા પાર્ટીના કામોની પ્રસંસા કરી હતી.

  • tv9 webdesk37
  • Published On - 11:44 AM, 6 Apr 2021
BJPના 41માં સ્થાપના દિવસ પર PM મોદીએ કહ્યું "ભાજપ ચૂંટણી જીતવાનું મશીન નથી, દિલ જીતવાનું અભિયાન છે"
પ્રતિકાત્મક તસ્વીર

આજે દેશની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો 41 મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે, પીએમ મોદી મંગળવારે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) કાર્યકરોને સંબોધી રહ્યા છે.

દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણી વચ્ચે ભાજપનો 41મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. સ્થાપના દિવસને ધ્યાનમાં રાખીને બૂથ કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે અને રાજ્ય અને જિલ્લા કક્ષાએ વેબિનારો દ્વારા પક્ષના ગૌરવપૂર્ણ ઇતિહાસ, વિકાસ, વિચારધારા અને પ્રતિબદ્ધતાઓની ચર્ચા કરવામાં આવશે.

જન સંઘ માંથી ભાજપ

1951 માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની સ્થાપના શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતીય જન સંઘ તરીકે કરી હતી. ત્યાર બાદ 1977 માં જનતા પાર્ટીની રચના માટે અનેક પક્ષો સાથે ભળી ગયા. 1980 માં, જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી પરિષદે તેના સભ્યોને પક્ષ અને આરએસએસના ‘દ્વિ સભ્યો’ રહેવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

પરિણામે, જનસંઘના ભૂતપૂર્વ સભ્યોએ પક્ષ છોડીને નવી રાજકીય પક્ષની રચના કરી. આ રીતે 6 એપ્રિલ 1980 ના રોજ ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અસ્તિત્વમાં આવી.

પ્રધાનમંત્રીનું સંબોધન

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના કાર્યકરોને સંબોધન કરતા કહ્યું હતું કે, “ભાજપના 41 વર્ષ સેવા કેવી રીતે કરી શકાય, પાર્ટી કાર્યકર્તાઓના બળ પર કેવી રીતે આગળ વધી શકે, તેના સાક્ષી છે. આજે દેશના દરેક રાજ્ય અને જિલ્લામાં ઘણી પેઢીઓએ પાર્ટી માટે કામ કર્યું છે.” પીએમ મોદીએ તેમના વિરોધીઓને જવાબ આપ્યો અને કહ્યું કે “ભાજપ માત્ર ચૂંટણી જીતવાનું મશીન નથી, ભાજપ દિલ જીતવાનું અભિયાન છે, તેથી જ આપણે દરેક સમુદાયનો ટેકો મેળવી રહ્યા છીએ.”

વડા પ્રધાન મોદીએ કહ્યું કે ભાજપ સ્થાપના દિન પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આજે પાર્ટીની ગૌરવપૂર્ણ યાત્રાના 41 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ 41 વર્ષ સાક્ષી છે કે કોઈ પાર્ટી સેવા અને સમર્પણ સાથે કેવી રીતે કાર્ય કરી શકે છે.

કહ્યું – સત્તા છોડી, પરંતુ નિયમો સાથે સમાધાન કર્યું નથી

વડા પ્રધાને કહ્યું કે શ્યામા પ્રસાદ મુખર્જીથી લઈને અટલ બિહારી વાજપેયીએ ભાજપનું નેતૃત્વ કર્યું, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી જેવા નેતાઓએ પાર્ટીને આગળ વધારી છે. આપણી પાસે વ્યક્તિ કરતા મોટી પાર્ટી અને પાર્ટી કરતા મોટો દેશ છે. એક સમય એવો હતો જ્યારે અટલ બિહારીએ સરકારને એક મતથી પડવા દીધી હતી, પરંતુ નિયમો સાથે સમાધાન કર્યું ન હતું. તેમણે કહ્યું કે દેશમાં રાજકીય સ્વાર્થ માટે પાર્ટીઓ તૂટી છે, પરંતુ ભાજપમાં આવું ક્યારેય બન્યું નહીં.

ભાજપે કાશ્મીરને બંધારણીય અધિકાર આપ્યો

વડા પ્રધાને કહ્યું કે, કટોકટી દરમિયાન ભાજપના ઘણા નેતાઓને કેદ કરવામાં આવ્યા હતા. ભાજપના કાર્યકરોએ કોરોના સમયગાળા દરમિયાન સેવા આપી. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારો આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ ધપાવી રહી છે. પીએમએ કહ્યું કે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનની આ શક્તિ છે કે આપણે તેમના સ્વપ્નને પૂર્ણ કરી શક્યા. કલમ 37૦ નાબુદ કરીને કાશ્મીરને બંધારણીય અધિકાર આપ્યા. ત્યાંથી આતંકવાદને ખતમ કરી વિકાસ કરવામાં આવી રહ્યો છે.