વડીલોને નિ: શુલ્ક રામ મંદિર યાત્રાની કેજરીવાલની યોજના પર આપ-ભાજપમાં રામાયણ

અરવિંદ કેજરીવાલે દિલ્હીના વરિષ્ઠ નાગરિકો નિ: શુલ્ક અયોધ્યાની યાત્રાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ભાજપ અને આપ (AAP-BJP) વચ્ચે તકરાર થઇ ગઈ હતી.

  • Publish Date - 1:30 pm, Fri, 12 March 21 Edited By: Bipin Prajapati
વડીલોને નિ: શુલ્ક રામ મંદિર યાત્રાની કેજરીવાલની યોજના પર આપ-ભાજપમાં રામાયણ
અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી કે દિલ્હીના વરિષ્ઠ નાગરિકો નિ: શુલ્ક અયોધ્યાની યાત્રા કરાવવામાં આવશે, આ બાદ બીજેપીએ તેમના પર રામ નામનો ઉપયોગ કરીને દિલ્હીના લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો.

તે જ સમયે, સત્તાધારી આમ આદમી પાર્ટી (આપ) એ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે સરકારના કાર્યક્રમ સામે તેમનો વિરોધ પાયાવિહોણો છે. આપએ કહ્યું કે આ ઘોષણા લોકોની ભાવનાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. બુધવારે કેજરીવાલે દિલ્હી વિધાનસભાને સંબોધન કરતાં દિલ્હીના વૃદ્ધો માટે અયોધ્યાની મફત યાત્રાની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે “હું ભગવાન રામ અને હનુમાનનો ભક્ત છું. અમે દિલ્હીની જનતાની સેવા કરવા માટે રામ રાજ્યની કલ્પનાથી પ્રેરિત 10 સિદ્ધાંતોનું પાલન કરી રહ્યા છીએ.”

આપની આગેવાની હેઠળની સરકાર પહેલેથી જ મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના ચલાવી રહી છે, જે અંતર્ગત દિલ્હીના વરિષ્ઠ નાગરિકોને નિ: શુલ્ક યાત્રા કરાવાય છે. આ અંતર્ગત મુસાફરી, ખાવા અને રહેવા માટેના તમામ ખર્ચ દિલ્હી સરકાર ઉપાડે કરે છે.

કેજરીવાલ પર ભાજપનો આક્ષેપ

દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું હતું કે ‘સત્ય એ છે કે કેજરીવાલ દિલ્હીની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે, અને શ્રી રામ અને હનુમાનજીના નામનો ઉપયોગ રાજકીય હેતુ માટે કરી રહ્યા છે, જે ધાર્મિક અને સામાજિક રીતે ખોટું છે.’ તેમણે કહ્યું કે વિધાનસભામાં પોતાને ભગવાન રામ અને ભગવાન હનુમાનના ભક્ત ગણાવતા મુખ્યમંત્રીનું નિવેદન હાસ્યાસ્પદ રણનીતિ છે.

કપૂરે દાવો કર્યો હતો કે કેજરીવાલ ક્યારેય અયોધ્યાની મુલાકાતે નથી ગયા. તેમણે કહ્યું હતું કે અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણમાં કેજરીવાલ કે તેમની પાર્ટીમાંથી કોઈએ ફાળો નથી આપ્યો. વીએચપીએ એક મહિના માટે ભંડોળ ભેગું કરવાની ઝુંબેશ ચલાવી હતી, પરંતુ આમ આદમી પાર્ટીએ કોઈ ફાળો આપ્યો હોવાની કોઈ માહિતી નથી.

‘આપ’ની સ્પષ્ટતા

આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, દિલ્હી સરકારની અયોધ્યા યાત્રાધામ યોજનાનો ભાજપનો વિરોધ સમજણથી દુર છે. ભારદ્વાજે પત્રકારોને જણાવ્યું હતું કે અમને લાગ્યું હતું છે કે ભાજપમાં થોડાક લોકો તો યાત્રાધામ યોજનાની પ્રશંસા કરશે, પરંતુ તેના બદલે તે આ ઘોષણાથી નિરાશ થયા. તેમણે કહ્યું કે ચાલો અમને જણાવો કે શું દિલ્હી ભાજપના વડા આદેશ ગુપ્તા તેમના માતાપિતાને ક્યારેય તીર્થયાત્રા પર નથી લઇ ગયા? દિલ્હી સરકાર તેમની નિ: શુલ્ક યાત્રાની વ્યવસ્થા કરશે.

ભારદ્વાજ પર આકારો પ્રહાર કરતા દિલ્હી ભાજપના પ્રવક્તાએ કેજરીવાલને પૂછ્યું હતું કે શું તેઓ સૌરભ ભારદ્વાજ સાથે સંમત છે અને જો નહીં, તો તેમણે ગુપ્તાના માતાપિતા વિશે વ્યક્તિગત ટિપ્પણી કરવા બદલ કડક કાર્યવાહી કરવી જોઈએ.