વડોદરામાં કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીની સભા યોજાઇ, ટિકિટ મેળવવા કાર્યકરોની ભારે ભીડ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થયા પછી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ ની પ્રથમ સભા વડોદરાના હરણી ખાતે યોજાઈ હતી

વડોદરામાં કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીની સભા યોજાઇ, ટિકિટ મેળવવા કાર્યકરોની ભારે ભીડ
FILE PHOTO

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થયા પછી પ્રદેશ Congress  પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ ની પ્રથમ સભા વડોદરાના હરણી ખાતે યોજાઈ હતી. જ્યાં શહેર Congress ના તમામ હોદ્દેદારો અને કોર્પોરેશનની ચૂંટણીના ટિકિટ  મેળવવા માંગતા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ સભામાં  કોંગ્રેસના પ્રભારી  રાજીવ  સાતવે પોતાના પ્રવચન માં સ્વીકાર કર્યો હતો કે 25 વર્ષ પૂર્વે અમારી ખામીઓ હશે કે જેથી જનતા એ ભાજપ ને શાસન ધુરા સોંપી પરંતુ હવે ભાજપ ને હરાવવાનો અને કોંગ્રેસ ને તક આપવાનો સમય આવી ગયો છે.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ ના શાસકો પર રસ્તા ના બાંધકામો સહિતના કામો માં ભ્રષ્ટાચાર ના ગંભીર આક્ષેપો કર્યા હતા,અને કાર્યકરો ને ઘરે ઘરે જઈ ભાજપ ના શાસકોની નિષ્ફળતા અને કોંગ્રેસ ની વાત પહોંચાડવા અનુરોધ કર્યો હતો.

Click on your DTH Provider to Add TV9 Gujarati