વડોદરાની બરોડા ડેરીમાં વહીવટીદારની ચૂંટણી માટે 99.49 ટકા મતદાન, આવતીકાલે પરિણામ જાહેર થશે

વડોદરાની બરોડા ડેરીમાં વહીવટીદારની ચૂંટણી માટે 99.49 ટકા મતદાન, આવતીકાલે પરિણામ જાહેર થશે

વડોદરાની બરોડા ડેરીના મલાઇદાર વહીવટ માટે આજે ચૂંટણી યોજાઇ. બરોડા ડેરીની 13 બેઠકોમાંથી 7 બેઠકો માટે કુલ 99.49 ટકા મતદાન થયું. જેમાં કુલ 594માંથી 591 સભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જ્યારે 3 મતદારોના અવસાન થયા હોવાથી મત નહોતા પડ્યા. જ્યારે એક મતદારે ખુલ્લો મત આપતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે અધિકારીઓએ નિયમ ભંગના […]

Utpal Patel

| Edited By: Pinak Shukla

Jan 18, 2021 | 2:11 PM

વડોદરાની બરોડા ડેરીના મલાઇદાર વહીવટ માટે આજે ચૂંટણી યોજાઇ. બરોડા ડેરીની 13 બેઠકોમાંથી 7 બેઠકો માટે કુલ 99.49 ટકા મતદાન થયું. જેમાં કુલ 594માંથી 591 સભ્યોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જ્યારે 3 મતદારોના અવસાન થયા હોવાથી મત નહોતા પડ્યા. જ્યારે એક મતદારે ખુલ્લો મત આપતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે અધિકારીઓએ નિયમ ભંગના આરોપોને ફગાવ્યા હતા. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલી ચૂંટણી બાદ હવે આવતીકાલે મતગણતરી યોજાશે. અને બરોડા ડેરીનો મલાઇદાર વહીવટદાર નક્કી થઇ જશે. મહત્વપૂર્ણ છે કે વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થામાં સત્તા મેળવવા માટે રાજકીય પક્ષોના ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. ત્યારે ચેરમેન પદે પૂર્વ ધારાસભ્ય પોતાની સત્તા બચાવી શકે છે કે પછી બરોડા ડેરીમાં નવા જોગીઓ મેદાન મારે છે તે જોવું રસપ્રદ બન્યું છે. આમ પ્રતિષ્ઠાનો જંગ બનેલી બરોડા ડેરીમાં કોને સત્તા મળે છે તેના પણ સૌ કોઇની નજર મંડાઇ છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati