બંગાળમાં 61 ધારાસભ્યોને X કેટગરીની સુરક્ષા સહીત તમામ 77 BJP ધારાસભ્યોને કેન્દ્રીય અર્ધલશ્કરી દળની સુરક્ષા

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં જીતનારા BJP ના 77 ધારાસભ્યોને કેન્દ્રીય અર્ધલશ્કરી દળની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આ માહિતી એક અધિકારીએ આપી છે. તેમણે કહ્યું કે ધારાસભ્યોની સુરક્ષા માટે CISF અને CRPFના સશસ્ત્ર કમાન્ડો તૈનાત કરવામાં આવશે. હાલ 77 ધારાસભ્યોને સુરક્ષા પુરી પાડવામાં આવી છે. કૈલાસ વિજયવર્ગીયએ માંગી હતી સુરક્ષા BJP ના નેતા કૈલાસ વિજયવર્ગીયએ કહ્યું […]

બંગાળમાં 61 ધારાસભ્યોને X કેટગરીની સુરક્ષા સહીત તમામ 77 BJP ધારાસભ્યોને કેન્દ્રીય અર્ધલશ્કરી દળની સુરક્ષા
FILE PHOTO
Nakulsinh Gohil

|

May 10, 2021 | 11:32 PM

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં જીતનારા BJP ના 77 ધારાસભ્યોને કેન્દ્રીય અર્ધલશ્કરી દળની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આ માહિતી એક અધિકારીએ આપી છે. તેમણે કહ્યું કે ધારાસભ્યોની સુરક્ષા માટે CISF અને CRPFના સશસ્ત્ર કમાન્ડો તૈનાત કરવામાં આવશે. હાલ 77 ધારાસભ્યોને સુરક્ષા પુરી પાડવામાં આવી છે.

કૈલાસ વિજયવર્ગીયએ માંગી હતી સુરક્ષા BJP ના નેતા કૈલાસ વિજયવર્ગીયએ કહ્યું કે, અમે અમારા 77 ધારાસભ્યોને તેમના મત વિસ્તારો સહિત અન્યત્ર મુસાફરી કરવામાં અસમર્થ હોવાને કારણે સુરક્ષા પૂરી પાડવા ગૃહપ્રધાનને અપીલ કરી છે. જો હિંસા ઓછી હોય તો તેઓ ફરીથી વિચાર કરી શકે છે, પરંતુ આ સમયે આની જરૂર છે.”

61 ધારસભ્યોને સુરક્ષા અપાઈ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં જીતનારા BJP ના 61 ધારાસભ્યો માટે સુરક્ષા માંગવામાં આવી હતી, જેમાં ધારાસભ્યોને CISF અને CRPFના સશસ્ત્ર કમાન્ડો સાથેની કેન્દ્રીય અર્ધલશ્કરી દળની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. આ નિર્ણય ગુપ્તચર એજન્સીઓ અને રાજ્યમાં ચૂંટણી પછીની હિંસાનું આંકલન કરવા આવેલી 4 સભ્યોની ટીમે ઇનપુટ લીધા બાદ લેવામાં આવ્યો છે.કે જે રાજ્યમાં ચૂંટણી પછીની હિંસાનો હિસ્સો લેવા આવી હતી.

ચૂંટણી દરમિયાન ભાજપના ઘણા નેતાઓને VIP સુરક્ષા અપાયેલી હતી. ભાજપના નેતાઓ અને કાર્યકરો પરના હુમલાને ધ્યાનમાં રાખીને આ કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભાજપના તમામ 77 ધારાસભ્યોની સુરક્ષા, જેણે બંગાળ વિધાનસભામાં 294 વિધાનસભા બેઠકોમાંથી જીતીને આવેલા ભાજપના તમામ 77 ધારાસભ્યોની સુરક્ષા કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને સોંપવામાં આવી છે.

સુવેંદુ અધિકારીને Z સુરક્ષા નવા આદેશમાં BJP ના 61 ધારાસભ્યોને આ X કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે, આ સાથે જ 10 મે ના દિવસે વિરોધપક્ષના નેતાનું પદ મેળવનારા ભાજપના નેતા સુવેંદુ અધિકારીને પહેલાથી જ Z સુરક્ષા આપવામાં આવી છે.અન્ય ચાર ભાજપ નેતાઓને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. ઉપરોક્ત ઉલ્લેખ કરાયેલા અધિકારીએ કહ્યું કે ગૃહ મંત્રાલયે 61 ધારાસભ્યોની સુરક્ષાને મંજૂરી આપી છે, જેઓને હમણાં સુધી સુરક્ષા આપવામાં આવી નહોતી.

કઈ કેટેગરીમાં કેટલા કમાન્ડો સુરક્ષા આપશે ? X કેટેગરીની સુરક્ષા હેઠળ 3 થી 5 સશસ્ત્ર કમાન્ડો દરેક ધારાસભ્યની સુરક્ષા કરશે, રાજ્યમાં તેઓ જ્યાં પણ જશે ત્યાં કમાન્ડો તેમની સાથે રહેશે. અન્ય લોકો પાસે Y કેટેગરીની સુરક્ષા પહેલેથી જ છે, જેમાં 10-12 સુરક્ષા કર્મીઓનો સમાવેશ થાય છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati