Budget 1991: 30 વર્ષ પહેલા ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો અને દેશના અર્થતંત્રને આપ્યો હતો આર્થિક વેગ

30 વર્ષમાં ઉદારીકરણને લઈને જે બીજ રોપવામાં આવ્યાં છે. તે આજે વટવૃક્ષ બની ગયું છે જેના ફળનો સ્વાદ આજની યુવા પેઢી ચાખી રહી છે.

Budget 1991: 30 વર્ષ પહેલા ભારત સરકારે મહત્વનો નિર્ણય લીધો અને દેશના અર્થતંત્રને આપ્યો હતો આર્થિક વેગ
Former PM P. V. Narasimha Rao (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 4:13 PM

24 જુલાઈ 1991ના દિવસને ભારતની આર્થિક આઝાદીનો દિવસ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. 30 વર્ષ પહેલા 24 જુલાઈના રોજ પી વી નરસિંહરાવ સરકારે રજૂ કરેલા બજેટમાં ભારતના અર્થતંત્રના નવા નિર્માણનો પાયો નખાયો હતો. બીજા શબ્દોમાં કહીએ તો અંદાજપત્ર થકી, ભારતમાં ઉદારીકરણની નીતિનુ બીજ રોપ્યુ હતુ, જેના મીઠા ફળ આજે આપણે સૌ કોઈ ચાખી રહ્યાં છીએ.

આજે (24 જુલાઈ,1991) પુરા 30 વર્ષ થઈ ગયાં ભારત સરકારનાં એ નિર્ણયને જેણે ભારતનાં લોકોનાં જીવનને બદલી નાખ્યું. 1991માં દેશની પરિસ્થીતિ એટલી વિકટ હતી કે ફક્ત સાત દિવસ રાશન-પાણી ચાલે એટલાં નાણાં જ દેશ પાસે બચ્યાં હતાં. અને આજે 30 વર્ષ પછી પરિસ્થિતી એટલી જ બદલાઈ છે. કે ભારત પાસે વિશ્વનો ચોથો સૌથી મોટો વિદેશી મુદ્રા ભંડાર છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

વિદેશી મુદ્રા ભંડાર ક્ષેત્રે ચીન, જાપાન અને સ્વીટ્ઝર્લેન્ડ પછી ભારતનો ક્રમાંક આવે છે. ભારત પાસે હાલ 6,12,730 મીલીયન ડોલરનો મુદ્રા ભંડાર છે. આજે આપણી પાસે લગભગ 15 મહીનાં સુધી ચાલે એટલો પર્યાપ્ત વિદેશી મુદ્રાનો ભંડાર છે. જ્યારે 30 વર્ષ પહેલાં આપણી પાસે સાત દિવસ પુરતાં જ પૈસા જ બચ્યાં હતા.

આખરે ક્યાં નિર્ણયે ભારતને બનાવ્યું અમીર.

ભારત સરકારે નાખેલા ઉદારીકરણના પાયા થકી,  દેશમાં ધીમે ધીમે વિવિધ ક્ષેત્રે વિદેશી મૂડીરોકાણનું આગમન થયુ. વિદેશી કંપનીઓ માટે નિયમો હળવાં કરવામાં આવ્યાં જેનાથી ટેલિફોન ઈન્ડસ્ટ્રી, DTH જેવી સુવિધાઓ આપતી વિદેશી કંપનીઓનો માર્ગ મોકળો થયો. જેનાં કારણે અનેક વિદેશી ટેલિકોમ કંપનીઓ  ભારતમાં આવી. અને તેના થકી મોબાઈલ ક્રાંતિ સર્જાઈ.

તે સમય લાયસન્સ રાજનો હતો. આ સમયમાં કોઇ પણ ઉદ્યોગ શરૂ કરતા પહેલા તેનું લાયસન્સ (પરવાનો) સરકાર પાસેથી લેવું પડતું. એટલુ જ નહી લાયસન્સ મેળવવા એક વિભાગમાંથી બીજા વિભાગમાં ભટકવુ પડતુ હતુ. એક જ ઉદ્યોગ, વેપાર કે ધંધો શરૂ કરવા અનેક પ્રકારના લાયસન્સની જરૂર પડતી હતી. આ લાયસન્સ રાજમાં કોઇપણ ઉદ્યોગ શરૂ કરવા માટે લગભગ અલગ-અલગ 80 સરકારી ઓફિસમાંથી સરકારી કર્મચારીઓ પાસેથી લાયસન્સ લેવાનુ રહેતુ.

લાયસન્સ મેળવી લીધા પછી પણ સરકારના ઘણાં ખરાં અંકુશો રહેતા હતાં અને આમાંથી ઘણાં ખરાં લાયસન્સ એવા પણ હતાં જેની ખરેખર જરૂરીયાત ન હતી.  આ લાયસન્સ રાજને ખત્મ કરવામાં આવ્યું. બિઝનેસને શરૂ કરવામાં લેવી પડતી મંજુરીઓની સંખ્યાને પણ જરૂરીયાત મુજબ ઘટાડવામાં આવી.

આ બધાને કારણે ઈઝ ઓફ ડુઈંગ(ease of doing business)બિઝનેસ રેન્કિંગમાં પણ ભારતનું સ્થાન સુધર્યું.

ભારત સરકારે ત્યારે આ નિર્ણયો ન લીધા હોત તો આજે પરિસ્થીતી કંઈક વિપરીત હોત. આપણી પાસે કદાચ મોબાઈલ ફોન ન હોત. બ્રોડ બેન્ડ કનેક્શન તેમજ ડીટીએચ (DTH) ચેનલો પણ ન હોત. 90ના દશકમાં ભારત પાસે આંગળીના વેઢે ગણી શકાય તેટલી એટલે કે એકાદ કે બે જ ટીવી ચેનલ કાર્યરત હતી અને તે પણ ખંડસમયની. જ્યારે આજે ભારતમાં ઘણી ચેનલો જોવાય છે. તેમજ ઘણાં વિકલ્પો પણ આપણી પાસે ઉપલબ્ધ છે.

પહેલાનાં સમયમાં બેંકમાંથી લોન મેળવવી પણ સરળ ન હતી. આજે કોઈ પણ લોન સરળતાંથી મળે છે. બીઝનેસ લોન, હોમ લોન, અને એજ્યુકેશન લોન તો ખુબ સહેલાઈથી મળી જાય છે. આવા ઘણાં મહત્વના સુધારા સાથે રજુ થયેલા બજેટના કારણે આધુનિક ભારતના નિર્માણનો પાયો નખાયો હતો.

પહેલાના વર્ષોમાં લોકોને બેંકમાંથી લોન લેવામાં ભારે મુશ્કેલીઓ થતી હતી જેના કારણે લોકો નાણા ધીરધાર કરનારાઓન્ ત્યાં પોતાની મિલ્કતો ગીરવે મૂકીને નાણાની જરૂરીયાત પૂરી કરતા હતા. આજે સમય બદલાયો છે. હવે બેંક લોકોને ઘરે જઈને જરૂયાત મુજબની લોન આપી રહી છે.

વિકટ પરિસ્થિતિમાં ભારત સરકારે સુઝ-બુઝથી કામ લીધું અને નવી નીતિ સાથેનું બજેટ રજુ કર્યું. જે ભારતના અર્થતંત્રની ડૂબતી નાવને કિનારે પહોંચાડવામાં અને આર્થિકવેગ આપવામાં મહત્વપૂર્ણ પુરવાર થયું.

આ પણ વાંચો : Surat : મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતા 3 ગણું મોટું કસ્ટમ હાઉસ બનશે સુરત ડાયમંડ બુર્સમાં

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">