Corona Vaccine: કેન્દ્રને 150, રાજ્યોને 400 રૂપિયામાં પડશે ડોઝ? વેક્સિનની કિંમત પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

કોરોના વાઈરસને હરાવવા રસીકરણના નવા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. સાથોસાથ સીરમ ઈન્સ્ટીટ્યુટે પણ કોવિશિલ્ડ વેક્સિનના ભાવ જાહેર કરી દીધા છે.

Corona Vaccine: કેન્દ્રને 150, રાજ્યોને 400 રૂપિયામાં પડશે ડોઝ? વેક્સિનની કિંમત પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
Congress leader Jairam Ramesh
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 21, 2021 | 5:49 PM

કોરોના વાઈરસને હરાવવા રસીકરણના નવા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. સાથોસાથ સીરમ ઈન્સ્ટીટ્યુટે પણ કોવિશિલ્ડ વેક્સિનના ભાવ જાહેર કરી દીધા છે. પરંતુ આને લાઈને પણ એક નવો વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે સિરમ ઈન્સ્ટીટ્યુટ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સિવાય અલગ અલગ ભાવથી વેક્સિન આપી રહી છે, જે અયોગ્ય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વીટ કરીને લખ્યું છે કે કેન્દ્ર સરકારને કોવિશિલ્ડ 150 રૂપિયા પ્રતિ ડોઝના હિસાબથી રસી મળશે. પરંતુ રાજ્ય સરકારોને 400 રૂપિયા ચૂકવવા પડશે. જે અયોગ્ય બાબત કહેવાય અને આનાથી રાજયસરકારો ઉપર વધારાનું ભારણ પડશે, જે તદ્દન ખોટું છે. અમારી માંગ છે કે કેન્દ્ર, રાજ્ય સરકારો માટે એક દેશ-એક ભાવ નક્કી કરવામાં આવે.

Jairam Ramesh Twit

Tweet of Jairam Ramesh

આપને જણાવી દઈએ કે સિરમ ઈન્સ્ટિટ્યૂટે બુધવારે જ પ્રાઈવેટ હોસ્પિટલો અને રાજ્ય સરકારો માટે વેક્સિનના ભાવ જાહેર કરી દીધા હતા. રાજ્ય સરકારોને 400 રૂપિયા પ્રતિ ડોઝ અને પ્રાઈવેટ હોસ્પિટલોને 600 રૂપિયા પ્રતિ ડોઝ ચૂકવવા પડશે.

વેક્સિનની અછતને લઈને પણ કોંગ્રેસે સરકારને ઘેરી વેક્સિનની અછતને લઈને પણ કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસ નેતા અજય માકનનું કહેવું છે કે ભારત વિશ્વનું સૌથી મોટું વેક્સિન નિર્માણ કરતું રાષ્ટ્ર છે. પરંતુ અત્યાર સુધી તેના 1.3 ટકા જ જનસંખ્યાને રસી આપવામાં આવી છે. આપણા દેશના લોકો જ વેક્સિનની અછતથી ઝઝૂમી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા એમ પણ કહેવામા આવ્યું છે કે એક બાજુ દેશભરમાં મેડિકલ ઑક્સિજનની અછત છે અને બીજી બાજુ ઓક્સિજનની નિકાસ કરવામાં આવી રહી છે. જ્યારે ટેસ્ટિંગ બૂથ પર પણ લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : શમાં કોરોનાની લહેર તેની સાથે અનેક બીજી સમસ્યાઓ લઈ આવી છે. દેશમાં કોરોનાથી હાલત બેકાબૂ થયા બાદ સ્વાસ્થ્ય સિસ્ટમમાં પણ ઉથલપાથલ સર્જાઈ છે ત્યારે …..

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">