કમલમના મંચ પરથી CM અને સી આર પાટીલે પૂર્વ MLAને શું આપ્યો સંદેશ?

કમલમ ખાતે પૂર્વ MLAની બેઠક યોજાઈ હતી. જો કે બેઠક માં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા CM વિજય રૂપાણીના સુર અલગ અલગ જોવા મળ્યા હતા. જ્યાં CM દ્વારા કાર્યકર્તાઓની મહત્વ કાંક્ષા ઘેલછામાં પરિવર્તત ના થવા પર ભાર મૂકવામાં આવ્યો. ત્યાં જ બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા પૂર્વ MLAને મેરિટ ઊંચું […]

કમલમના મંચ પરથી CM અને સી આર પાટીલે પૂર્વ MLAને શું આપ્યો સંદેશ?
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 02, 2020 | 3:55 PM

કમલમ ખાતે પૂર્વ MLAની બેઠક યોજાઈ હતી. જો કે બેઠક માં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા CM વિજય રૂપાણીના સુર અલગ અલગ જોવા મળ્યા હતા. જ્યાં CM દ્વારા કાર્યકર્તાઓની મહત્વ કાંક્ષા ઘેલછામાં પરિવર્તત ના થવા પર ભાર મૂકવામાં આવ્યો. ત્યાં જ બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા પૂર્વ MLAને મેરિટ ઊંચું લાવવાની માનસિકતા રાખવા ટકોર કરવામાં આવી. સાથે જ પક્ષમાં જે નિરાશાજનક વાતાવરણ થઈ રહ્યું છે એને આગામી દિવસો નહીં ચાલવી લેવામાં આવે એવી સ્પષ્ટતા પણ કરી દીધી હતી.

આ પણ વાંચો: VIDEO: વિજય રૂપાણી સરકારનો મોટો નિર્ણય, ધારાસભ્યોના પગારમાં મુકાશે 30 ટકાનો કાપ

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

આમ તો કોઈ પણ પક્ષમાં જીતેલા નેતાઓનું જ મહત્વ હોય છે પરંતુ ભાજપ દ્વારા 2022ની ચૂંટણી પહેલા હારેલા નેતાઓને પણ યાદ કરાયા સાથે જ વર્ષ 2022ને કેન્દ્રમાં રાખીને તમામ પૂર્વ MLAને કામ પર પણ લાગી જવા કહેવામાં આવ્યું. જો કે સૂત્રોની માનીએ તો એક મંચ પર જ સી આર પાટીલ અને CM વિજય રૂપાણી વચ્ચે મતભેદ જોવા મળ્યા પરંતુ તમામ કાર્યકર્તાઓ માટે પક્ષ જ મહત્વનો હોવો જોઈએ એ બાબતે એક સુર જોવા મળ્યો હતો. પૂર્વ MLAને સંબોધતા CM રૂપાણીએ કાર્યકર્તાઓને જુના દિવસ યાદ કરાવતા કહ્યું હતું કે જનસંઘના સમયે ટિકિટ પરાણે આપવી પડતી હતી ત્યારે સત્તા સુધી પહોંચવુંતો સ્વપ્નમાં પણ નહોતું. એક સમયે 182 માંથી 70 બેઠકો એવી હતી જે ક્યારેય જીત્યા નહોતા. હવે 10-12 બેઠકો એવી છે જે જીત્યા નથી જોકે હાર-જીત તો સંસાર નો નિયમ છે. 182 બેઠકો પર 2500થી વધુ દાવેદારો હોય છે. 2000 થી વધુ દાવેદારોને ટિકિટ નથી મળતી. ત્યારે 2000 લોકો જે ટીકીટ ની દાવેદારીમાં હતા એમણે પક્ષ વિરુદ્ધ કામ કરવું યોગ્ય નથી.

વધુ માં તેમણે કહ્યું કે 182 માંથી 115 પ્રતિનિધિઓ ચૂંટાય છે જ્યારે 60-65ને હાર નો સામનો કરવો પડે છે. નવા પ્રમુખ 182 બેઠકો જીતવાના લક્ષ્યાંકથી આગળ વધી રહ્યા છે. કાર્યકર્તા કામ કરતો હોય એટલે મહત્વકાંક્ષા અને અપેક્ષા તો હોય જ પણ તે ઘેલછા ન બનવી જોઈએ પક્ષ કહે એ વાત અંતિમ હોવી જોઈએ. CMની આ વાતને નિષ્ણાતો ખૂબ જ સૂચક માની રહ્યા છે. સાથે જ ચૂંટણી નું ગણિત સમજાવતા એમ પણ કહ્યું કે 1કરોડથી વધુ સભ્યોમાંથી ફક્ત 182 લોકોને ટિકિટ મળે છે. ચૂંટણી જીતીએ કે હારીએ પક્ષ આપણા માટે મહત્વનો છે. કોઈ કાયમી નથી, અમે પણ ભવિષ્યમાં પૂર્વ ધારાસભ્ય હોઈશું. આપણા વિસ્તારમાં આપણી જવાબદારી છે એને પુરી કરવી જોઈએ. જો કે ટીકીટ ના મળવાના કારણોમાં ખૂબ વેધક વાક્ય બોલતા કહ્યું હતું કે વારો એનો જ ન આવે જેણે પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે. જે લોકો એ ભ્રષ્ટાચાર કર્યો હોય તેમને જ તક ન મળે. જે રીતે કેન્દ્રમાં બીજી વાર ભાજપની સરકાર બની કોર મુદ્દાઓ, વચનો ભાજપે પુરા કર્ય છે ત્યારે વિરોધીઓ પણ તક જોઈને બેઠા છે. હિન્દુત્વ ના એજન્ડા સાથે સરકાર આગળ વધી રહી છે. તમામ વિપક્ષ ભાજપને રોકવા એક થશે. ગુજરાત સમગ્ર દેશમાં રોલ મોડલ છે ગુજરાતમાં કઈં પણ થાય તો કેન્દ્રીય નેતાઓ પર સવાલ ઉભો થાય એટલે આપણી વિશેષ જવાબદારી છે. બધું ભૂલીને એક થઈને સાથે રહીએ. જો કે સમગ્ર સંબોધન માં જે રીતે CM દ્વારા ભ્રષ્ટચાર અને પાર્ટીને નુકસાન કરનાર ને ટીકીટ નથી મળતી એ વાત સૂચક હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા પાર્ટીમાં ફેલાયેલી નિરાશા સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્યોને સંબોધન કરતા કહ્યું હતું કે અહીં બેઠેલા 83 લોકો એવા છે જે 2017માં ચૂંટણી હાર્યા. આપણે હારી એ પછી એવું લાગે કે બધું પતી ગયું. બીમારી ઘર કરી ગઈ હોય એવું લાગે છે. મારે બધા પાસેથી કારણો ચોક્કસ જાણવા છે. તમને એવું લાગે કે મને કોઈ એ હરાવ્યો તો એવું મનમાંથી કાઢી નાખો. આપણે 5 વર્ષે એક વાર લડવાનું હોય છે. મેરિટ ઊંચું લાવવાની માનસિકતા રાખો. પક્ષમાં નિરાશાજનક વાતાવરણ થઈ રહ્યું છે જે નહીં ચાલવું. મેં 182 બેઠકોની વાત કરી ત્યારે મુખ્યમંત્રી એ જ મને કહ્યું કે આ જરાક વધારે પડતું નથી ? મેં એમને સમજાવ્યું કે 99 બેઠકો જીત્યા ત્યારે લોકો કહેતા હતા કે 50 બેઠકો નહીં આવે. 2019ના પરિણામો બધા જુઓ 182 માંથી 173 બેઠકો પર પક્ષ જીત્યો હતો. રોદણાં રોવામાંથી બહાર આવી જાવ. જે લડે તે જ જીતે છે, બાકી હારેલાઓ તો કારણો જ આપતા રહે છે. જીત મહત્વની છે,  કેટલા મતે જીત્યા એ મહત્વનું નથી 2 વર્ષ બાકી છે મને ખબર નથી ભીખુભાઇ તમારામાંથી કેટલાને ટિકિટ આપશે. તમે બધા પક્ષ માટે મહત્વના છો એટલે જ તમને ટિકિટ આપી હતી. સાથે જ વિસ્તાર ના કામ કરવા સૂચન કર્યું હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">