પ્રિયંકા ગાંધી બાદ રોબર્ટ વાડ્રાએ પણ રાજનીતિમાં આવવાની કરી તૈયારી, પરંતુ વાડ્રાને નડી રહી છે આ સમસ્યા

સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ રાજનીતિમાં આવવાના અણસાર આપી દીધા છે. ઉલ્લેખનિય છે કે હાલમાં પ્રિયંકા ગાંધી વાડ્રાની રાજનીતિમાં આવવાથી પણ રાજકારણ ગરમાયું છે. હાલ રોબર્ટ વાડ્રા પર મની લોન્ડ્રીંગનો કેસ ચાલે છે અને વાડ્રાએ પોતાના સોશિયલ મીડિયા પરથી જાહેરાત કરીને એવો અણસાર આપી દીધો છે કે આગામી સમયમાં આ તમામ […]

પ્રિયંકા ગાંધી બાદ રોબર્ટ વાડ્રાએ પણ રાજનીતિમાં આવવાની કરી તૈયારી, પરંતુ વાડ્રાને નડી રહી છે આ સમસ્યા
Follow Us:
| Updated on: Feb 24, 2019 | 9:15 AM

સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ રાજનીતિમાં આવવાના અણસાર આપી દીધા છે. ઉલ્લેખનિય છે કે હાલમાં પ્રિયંકા ગાંધી વાડ્રાની રાજનીતિમાં આવવાથી પણ રાજકારણ ગરમાયું છે.

હાલ રોબર્ટ વાડ્રા પર મની લોન્ડ્રીંગનો કેસ ચાલે છે અને વાડ્રાએ પોતાના સોશિયલ મીડિયા પરથી જાહેરાત કરીને એવો અણસાર આપી દીધો છે કે આગામી સમયમાં આ તમામ કેસ જે તેમની પર ચાલી રહ્યાં છે તેનો નિવેડો આવી જાય પછી તે ભારતની રાજનીતિમાં ઝંપલાવી શકે છે.

રોબર્ટ વાડ્રાએ પોતાના ફેસબુક પોસ્ટ પર લખ્યું કે વર્ષોની શીખ અને અનુભવ વ્યર્થ ન જવો જોઈએ. તેને યોગ્ય ઉપયોગમાં લાવવો જોઈએ. તેમણે કહ્યું કે ‘દેશના અલગ અલગ વિસ્તારોમાં કામ કરતા મને ખાસ ઉત્તરપ્રદેશમાં વધારે કામ કરવાનો અહેસાસ થયો છે જ્યાં મારી નાનકડી કોશિશ પણ પરિવર્તન કરી શકે છે. મેં આ જગ્યાઓ પર સાચો પ્રેમ, સ્નહે અને સન્માન પ્રાપ્ત કર્યું જે મને ખૂબ જ નમ્રતાપૂર્વક મળ્યું છે’

TV9 Gujarati

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

વાડ્રાએ પોતાના સોશિયલ મીડિયામાં વધુમાં લખ્યું કે આ બધા વર્ષોનો અનુભવ અને શીખને બર્બાદ ન કરી શકાય. આ અનુભવનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. એક વખત જ્યારે મારા પર લાગેલાં આ બધા આરોપો ખતમ થઈ જાય પછી મને લાગી રહ્યું મારે લોકોની સેવા કરવામાં પોતાનો વિશેષ ભૂમિકા નિભાવવી જોઈએ’

રોબર્ટ વાડ્રા પર હાલ મની લોન્ડ્રિંગના કેસ ચાલી રહ્યા છે અને ઈડી આ મામલે તપાસ પણ કરી રહ્યું છે. વાડ્રાએ પોતાના પર લાગેલા આરોપોને લઈને કહ્યું કે દેશના વાસ્તવિક મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે સરકાર મને બદનામ કરવાની કોશિશ કરી રહી છે. દેશના લોકોને ધીમે-ધીમે લાગી રહ્યું છે કે આરોપોમાં કોઈપણ જાતનું તથ્ય નથી. લોકો આ જુઠ્ઠાણામાંથી બહાર નિકળે અને મારા પર વિશ્વાસ મુક્યો, એક યોગ્ય ભવિષ્યની શુભકામનાઓ સાથે તમારા બધાનો દિલથી ધન્યવાદ.

આમ હવે રોબર્ટ વાડ્રાના સૂર પરથી લાગી રહ્યું છે કે આવનારા સમયમાં તે રાજકારણમાં ઝંપલાવી શકે છે. રોબર્ટ વાડ્રા પર અલગ અલગ જગ્યાએ ઈડી તપાસ ચલાવી રહી છે અને આ તપાસમાં હાલ તો વાડ્રાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

[yop_poll id=1754]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">