યુવરાજ સિંહે ફાધર્સ ડે પર બતાવી પુત્રની ઝલક, જણાવ્યું પુત્રનું નામ

યુવરાજ સિંહે (Yuvraj Singh) રવિવારે ફાધર્સ ડેના દિવસે પોતાના પુત્રની ઝલક બતાવી અને પુત્રનું નામ જાહેર કર્યું છે. પુત્રની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેયર કરતાં તેણે તેના પુત્રનું નામ જણાવ્યું.

Jun 19, 2022 | 9:38 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Jun 19, 2022 | 9:38 PM

યુવરાજ સિંહે રવિવારે ફાધર્સ ડેના દિવસે પોતાના પુત્રની ઝલક બતાવી અને પુત્રનું નામ જાહેર કર્યું. પુત્રની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં તેણે લખ્યું કે ઓરિઅન કીચ સિંહ દુનિયામાં આપનું સ્વાગત છે. મમ્મી અને પપ્પા તેમના નાના પુત્રને પ્રેમ કરે છે. તારી દરેક મુસ્કાન સાથે આંખો ઝબકે છે, જેમ કે તારાઓ વચ્ચે તારું નામ લખેલું છે.

1 / 5
આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં યુવરાજ સિંહ અને હેઝલ કીચ માતા-પિતા બન્યા હતા. તેમણે આ ખુશખબર આપતા પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ પણ કરી હતી. યુવીએ 2016માં બોલિવૂડ એક્ટ્રેસ હેઝલ કીચ સાથે લગ્ન કર્યા હતા.

2 / 5
ભારતે યુવરાજ સિંહના દમ પર 2007માં પહેલો T20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. યુવીએ T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 14 બોલમાં 58 રનની ઈનિંગ રમી હતી. આ પછી તેણે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 30 બોલમાં 70 રન બનાવ્યા હતા.

3 / 5
યુવરાજને ODI વર્લ્ડ કપ 2011માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે પોતાના કરિયરમાં 304 વન ડે અને 58 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેના નામે વનડેમાં 8 હજાર 701 રન અને 111 વિકેટ છે. T20માં 1 હજાર 177 રનની સાથે 28 વિકેટ પણ લીધી હતી.

4 / 5
ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજે પણ 40 ટેસ્ટ મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે ટેસ્ટ ક્રિકેટમાં પણ શાનદાર હતો અને તેણે તેણે ટેસ્ટ કરિયરમાં 1900 રન બનાવ્યા હતા અને 9 વિકેટ પણ લીધી હતી.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati