Valentine’s Day Special: જયપુરમાં 3 દિવસની ટ્રીપ દરમિયાન આ જગ્યાઓને કરો એક્સપ્લોર

'પિંક સિટી' તરીકે ઓળખાતું જયપુર પણ એક પ્રિય પ્રવાસન સ્થળ માનવામાં આવે છે. આ વેલેન્ટાઈન ડે પર, તમે આ સુંદર શહેરમાં ફરવાની યોજના બનાવી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 5:32 PM
હવા મહેલઃ તેને જયપુરનું ગૌરવ માનવામાં આવે છે. આ મહેલ તેની સુંદરતા અને અનોખી ડિઝાઇનને કારણે લોકોને આકર્ષે છે. તમારા પાર્ટનર સાથે જયપુરની સફરના પહેલા દિવસે આ મહેલને જોવા ચોક્કસ જાઓ.

1 / 5
આમેરનો કિલ્લો: આ કિલ્લો અરવલ્લી ટેકરીની ટોચ પર આવેલો છે. જયપુરનો સુંદર નજારો અહીંથી જોઈ શકાય છે. તમે અને તમારા સાથી અહીં સેલ્ફી લઈને શ્રેષ્ઠ પળોને સાચવી શકો છો.

2 / 5
જલ મહેલ: તે એક સુંદર અને શાંત સ્થળ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ જગ્યા પહેલા મહારાજાઓ માટે શૂટિંગ લાઉન્જ હતી. પાણીની વચ્ચે હોવાને કારણે તે દૂરથી પણ ખૂબ જ અદભૂત લાગે છે. સફરના બીજા દિવસે તમે જલ મહેલ જોઈ શકો છો.

3 / 5
ચોખી ધાણી: 10 એકરમાં ફેલાયેલા આ રિસોર્ટમાં તમે રાજસ્થાનની સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકો છો. તે તમને પ્રાચીન કલાકૃતિઓ, હસ્તકલા, ચિત્રો, લોકકથાઓ અને શિલ્પો સાથે પરંપરાગત રાજસ્થાનનું વાસ્તવિક નિરૂપણ બતાવે છે.

4 / 5
બડી -છોટી ચોપડ: જો તમે અને તમારા પાર્ટનર શોપિંગના શોખીન છો, તો સફરના ત્રીજા અને છેલ્લા દિવસે તમે જયપુરના આ બજારોમાં શોપિંગ કરી શકો છો. રાજસ્થાની વસ્ત્રો અહીં સારી કિંમતે ખરીદી શકાય છે. ખાસ વાત એ છે કે તે જયપુર રેલ્વે સ્ટેશનની એકદમ નજીક છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">