યોગાસન: આ ત્રણ આસનો તમારું જીવન બદલી દેશે, સ્વસ્થ રહેવા માટે નિયમિતપણે કરો આ યોગાસનો

Yoga Poses : શરીર ઉર્જાવાન રહે અને શરીરની તમામ પ્રવૃત્તિઓ સરળતાથી ચાલતી રહે. તે માટે તમે આ 3 યોગાસનો નિયમિત રીતે કરી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 7:05 AM
બાલાસન - જમીન પર ઘૂંટણ તેકાવો અને તમારા હિપ્સને તમારી એડી પર રાખો. હવે શ્વાસ લેતી વખતે હાથને માથાની ઉપર ઊંચા કરો. શ્વાસ બહાર કાઢો અને જમીન પર તમારા માથાને સ્પર્શ કરાવતી વખતે તમારા શરીરના ઉપલા ભાગને આગળ નમાવો. આ હળવો થાક દૂર કરવામાં મદદ કરે છે, શરીરને આરામ આપે છે, શ્વાસને નિયંત્રિત કરે છે, પગની ઘૂંટીઓ, હિપ્સ અને ખભાને હળવાશથી ખેંચે છે, પાચનને પ્રોત્સાહન આપે છે, ગરદન અને પીઠનો દુખાવો ઘટાડે છે.

1 / 3
સુખાસન - તમારી સામે બંને પગ લંબાવીને સીધી સ્થિતિમાં બેસો. ડાબા પગને વાળીને તેને જમણી જાંઘની અંદર લાવો. પલાઠી વાળતા હોવ એ રીતે. પછી જમણા પગને વાળો અને તેને ડાબી જાંઘની અંદર દબાવો. આ પલાઠીની સ્થિતિ થઇ જશે. હવે તમારી હથેળીઓને ઘૂંટણ પર રાખો અને તમારી કરોડરજ્જુને સીધી રાખીને બેસો. આ આસન મનને શાંત કરે છે, ચિંતા, તણાવ અને માનસિક થાક ઘટાડે છે.

2 / 3
માર્જરીઆસન - આ આસન કરવા માટે તમારા હાથ અને ઘૂંટણને જમીન પર રાખો. શ્વાસ લો, તમારી કરોડરજ્જુને વાળો અને ઉપર જુઓ. આ સ્થિતિને 1-2 સેકન્ડ સુધી જાળવી રાખો અને પછી શ્વાસ બહાર કાઢો, તમારી કરોડરજ્જુને એક કમાન બનતી હોય એ રીતે શરીર વાળો અને તમારી છાતી તરફ નજર રાખીને વખતે નીચે જુઓ. તમે આ સ્થિતિનું 5 થી 10 વખત પુનરાવર્તન કરી શકો છો.

3 / 3

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">