World Water Day: એક નળમાંથી ટપકતું પાણી રોકવામાં આવે તો વાર્ષિક બચાવી શકાય છે એક લાખ લિટર પાણી, જાણો આવા રસપ્રદ તથ્યો

આ પૃથ્વી 70 ટકા સુધી પાણીથી ઘેરાયેલી છે, પરંતુ આમાંથી માત્ર 2 ટકા પાણી જ સ્વચ્છ છે. છેલ્લા 50 વર્ષમાં પાણીનો બિઝનેસ 1.80 લાખ કરોડ રૂપિયાનો થઈ ગયો છે. ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર 2023 સુધીમાં આ બિઝનેસ 4.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 5:11 PM
દેશમાં સરેરાશ એક વ્યક્તિ દરરોજ 45 લિટર પાણીનો બગાડ (Water Wastage) કરે છે. આ તેની દૈનિક જરૂરિયાતના 30 ટકા છે. એટલે કે એક વ્યક્તિને દરરોજ સરેરાશ 135 લિટર પાણીની જરૂર પડે છે. આજે વિશ્વ જળ દિવસ (World Water Day) છે. આ અવસર પર જાણીએ પાણી સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો.

1 / 5
નળમાંથી ટપકતું પાણી પણ જળસંકટને વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. જો નળમાંથી ટપકતું પાણી પણ બંધ કરવામાં આવે તો એક વર્ષમાં તે નળમાંથી એક લાખ લીટર પાણી બચાવી શકાય છે. આટલા પાણીથી સેંકડો ટાંકીઓ ભરી શકાય છે. તેથી જ કહેવાય છે કે જળસંકટને રોકવા માટે એક એક પાણીનું ટીપું મહત્વનું છે.

2 / 5
પાણીનો બગાડ થવાનું એક મુખ્ય કારણ નહાતી વખતે હાઈફ્લો શાવરનો ઉપયોગ છે. જો તમે ન્હાતી વખતે લો ફ્લો શાવરનો ઉપયોગ કરો છો તો પાણીની ઘણી હદ સુધી બચત કરી શકાય છે. હાઇ ફ્લો શાવર સાથે સ્નાન કરતી વખતે, પ્રતિ મિનિટ 50 લિટર પાણી અને ઓછા પ્રવાહમાં માત્ર 30 લીટર આવે છે. આ રીતે પાણીની બચત થાય છે.

3 / 5
'સેવ ધ વોટર'ના રિપોર્ટ અનુસાર, પ્રદુષિત પાણીના કારણે દર 15 સેકન્ડે એક બાળકનું મૃત્યુ થાય છે. આ પૃથ્વી 70 ટકા સુધી પાણીથી ઘેરાયેલી છે, પરંતુ આમાંથી માત્ર 2 ટકા પાણી જ સ્વચ્છ છે. તેથી પાણીનો બગાડ થતો બચાવો.

4 / 5
છેલ્લા 50 વર્ષમાં પાણીનો બિઝનેસ 1.80 લાખ કરોડ રૂપિયાનો થઈ ગયો છે. ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર 2023 સુધીમાં આ બિઝનેસ 4.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. નવાઈની વાત એ છે કે 135 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં માથાદીઠ બોટલના પાણીનો વપરાશ વાર્ષિક માત્ર અડધો લિટર છે. જ્યારે યુરોપમાં આ આંકડો 111 લિટર છે. (Edited By-Meera Kansagara)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">