
2. સ્ટોરેજ અને વીમા ખર્ચ: ETF ભૌતિક ચાંદી ખરીદે છે અને તેને સુરક્ષિત રીતે સંગ્રહિત કરે છે. આનાથી અમુક ખર્ચાઓ થાય છે જેમ કે વોલ્ટ ફી, સુરક્ષા ખર્ચ અને વીમાનો ખર્ચ આ બધા ખર્ચ ETF ની કિંમતમાં ઉમેરવામાં આવે છે.

3. માંગ અને પુરવઠાની અસર: જો બજારમાં ETF ની માંગ વધુ હોય, તો તેની કિંમત ચાંદીના વાસ્તવિક મૂલ્ય કરતાં વધી શકે છે.

4. NAV અને બજાર કિંમત : ETF ની NAV (જેને ફંડનું વાસ્તવિક મૂલ્ય ગણી શકાય) અને તેની બજાર કિંમત અલગ અલગ હોઈ શકે છે. ક્યારેક ETF પ્રીમિયમ (વાસ્તવિક મૂલ્ય કરતાં વધુ) પર ટ્રેડ થાય છે. ક્યારેક ડિસ્કાઉન્ટ પર. પ્રીમિયમ પર ટ્રેડિંગ કરતી વખતે, ETF ની કિંમત ચાંદી કરતાં વધુ હોય છે.

5. GST અને અન્ય ટેક્સ : ચાંદી ખરીદવા પર GST (3%) અને અન્ય કર લાગુ પડે છે, પરંતુ આ ETF પર અલગ રીતે લાગુ પડે છે. ETF ની કિંમત પણ કરને પ્રતિબિંબિત કરી શકે છે.