
આ સિવાય એવું માનવામાં આવે છે કે સફેદ રંગ સ્વચ્છતા અને સાફ-સફાઈનું પ્રતીક છે, સફેદ રંગ વોશબેસિનને વધુ દૃશ્યમાન બનાવે છે, એટલે કે જો કોઈ પણ વસ્તુ તેના પર ચોટી હોય તો તે દેખાઈ આવે છે અને આમ તેને સાફ કરવું સરળ બને છે.

આ સિવાય સફેદ રંગ વોશ બેસિનને સરળ અને આકર્ષક દેખાવ આપે છે, તેમજ સફેદ વોશ બેસિન રિચ લુક આપે છે આથી દરેક 3 સ્ટારથી લઈને 5 સ્ટાર હોટેલના વોશ બેસિનનો કલર સફેદ જ રાખવામાં આવે છે.

તેમજ સફેદ રંગ મોટાભાગના રંગો સાથે મેળ ખાય છે, જે તેને કોઈપણ રંગના બાથરૂમમાં સ્થાપિત કરવા માટે યોગ્ય બનાવે છે.