Gujarat Election 2022: અમદાવાદમાં પ્રથમ વાર ક્યારે યોજાઇ હતી ચૂંટણી, કેટલી બેઠક પર કેટલા ઉમેદવાર હતા? આ એક્ઝિબિશનમાં મળશે તમામ જવાબ

અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલયના પરિસરમાં સરદાર પટેલ ભવન ખાતે આયોજિત ‘ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ એક્ઝિબિશન નાગરિકો માટે 30મી નવેમ્બર, 2022 સુધી સવારના 11.00થી સાંજના 5.00 સુધી ખુલ્લું રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 12:14 PM
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 યોજાઈ રહી છે અને રાજ્યના નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સાહી છે ત્યારે અમદાવાદ શહેરમાં ‘ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ શીર્ષક સાથે એક ફોટો એક્ઝિબિશન યોજાયું છે.

1 / 6
મુખ્ય ચૂંટણી અધિકારી, ગુજરાત તથા રાજ્ય ચૂંટણી પંચ, ગુજરાત દ્વારા આયોજિત ‘ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ એક્ઝિબિશનમાં ચૂંટણીને લોકશાહીના અવસર તરીકે ઊજવતા ગુજરાતીઓની ઝાંખી જોવા મળે છે. અમદાવાદ અને ગુજરાતની ચૂંટણીઓના ઇતિહાસ અને પરંપરાઓને દર્શાવતી તસવીરોમાં ગુજરાતીઓનો મતાધિકાર માટેનો ઉત્સાહ ઝળકે છે.

2 / 6
આ એક્ઝિબિશન નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ વધારે એવી અનેક તસવીરોથી સુસજ્જ છે.અમદાવાદ મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલયના પરિસરમાં સરદાર પટેલ ભવન ખાતે આયોજિત ‘ઇનક્રેડિબલ ઇન્ક, ઇનક્રેડિબલ લીગસી’ એક્ઝિબિશન નાગરિકો માટે 30મી નવેમ્બર, 2022 સુધી સવારના 11.00થી સાંજના 5.00 સુધી ખુલ્લું રહેશે.

3 / 6

સૌથી પહેલાં અમદાવાદમાં મતાધિકારનો ઇતિહાસ કઈ રીતે ઉદભવ્યો અને આગળ વધ્યો, તેની ઝલક આ એક્ઝિબિશનમાં રજૂ કરવામાં આવી છે. અમદાવાદનો ઇતિહાસ રહ્યો છે કે જેમ આ શહેરના નાગરિકોએ સામેથી કર આપવાનું સ્વીકારીને સ્થાનિક સ્વશાસનની સંસ્થાનો પાયો નાખ્યો તેમ 1874માં નાગરિકોએ સામેથી ચૂંટણી કરાવવાની માગણી કરી હતી. એ વખતે માગણી નકારવામાં આવેલી.

4 / 6
1885ની 15મી ઑગસ્ટે અમદાવાદ શહેરમાં ગુજરાતની સર્વપ્રથમ ચૂંટણી યોજાઈ હતી. સાત વોર્ડની 14 બેઠકો માટે યોજાયેલી એ ચૂંટણીમાં 1914 મતદારોના મત માન્ય ઠર્યા હતા. એ ચૂંટણી અંગેના દસ્તાવેજની ઝલક પણ આ એક્ઝિબિશનમાં માણી શકાશે.

5 / 6
આ એક્ઝિબિશનમાં વરિષ્ઠ ફોટોગ્રાફર સ્વ. શુકદેવ ભચેચ અને વરિષ્ઠ ફોટો જર્નલિસ્ટ કલ્પિત ભચેચે લીધેલી ચૂંટણીની પ્રક્રિયા અને લોકોનો ઉત્સાહ દર્શાવતી જીવંત તસવીરો મૂકવામાં આવી છે. કલ્પિત ભચેચ આ એક્ઝિબિશન અંગે જણાવે છે કે અહીં મૂકવામાં આવેલી તસવીરો મતપેટીથી લઈને ઈવીએમ સુધીના મતદાન પ્રક્રિયામાં આવેલાં પરિવર્તનોની ઝાંખી કરાવે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">