ક્યારેક આકાશવાણીમાં કામ કરતી હતી બબીતા​​જી, જેઠાલાલના કહેવા પર મળ્યું હતું Taarak Mehta Ka Ooltah Chashmah માં કામ

ટીવી દુનિયામાં મુનમુન દત્તા એક મોટું નામ છે. અભિનેત્રી તેમના ગ્લેમરસ અવતાર માટે જાણીતી છે. કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા ​​જીની ભૂમિકા ભજવીને તેમણે પ્રેક્ષકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે.

  • Publish Date - 1:02 pm, Wed, 12 May 21 Edited By: Bhavesh Bhatti
1/6
મુનમુન દત્તાનો જન્મ 28 સપ્ટેમ્બર 1987 ના રોજ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં થયો હતો. તેમણે અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી લીધી છે. તેઓ દૂરદર્શનમાં આકાશવાણી માટે બાળ ગાયક તરીકે રજૂઆત કરતા હતા. આ પછી, જ્યારે તેઓ પુણે શિફ્ટ થયા ત્યારે તે ફેશન શોમાં પણ ભાગ લેતા હતા.
2/6
તે મુંબઈ આવીને વર્ષ 2004 માં ઝી ટીવીની સીરિયલ હમ સબ બારાતીથી અભિનયની શરૂઆત કરી. દિલીપ જોશી પણ આ શોમાં મહત્વની ભૂમિકામાં હતા. અહીં જ દિલીપ જોશી મુનમુન દત્તાને પહેલી વાર મળ્યા હતા.
3/6
પરંતુ જ્યારે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો શરૂ થયો ત્યારે જેઠાલાલના કહેવાથી મુનમુન દત્તાને શોમાં બબીતાની ભૂમિકા નિભાવવા માટે લેવામાં આવ્યા હતા. શોની શરૂઆતથી તે આ સિરિયલનો એક ભાગ છે. બબીતા ​​અને જેઠાલાલની જોડી શાનદાર છે અને ચાહકોને તેમની કેમિસ્ટ્રી ખૂબ ગમતી હોય છે.
4/6
તમને જણાવી દઈએ કે મુનમુન દત્તા ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. વર્ષ 2006 માં તેમણે કમલ હાસનની ફિલ્મ મુંબઈ એક્સપ્રેસથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી, તે હોલિડે ફિલ્મનો પણ એક ભાગ હતા.
5/6
મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેમની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. ચાહકો તેમની પોસ્ટની રાહ જોતા હોય છે. અભિનેત્રી પણ તેમની ડેઈલી રુટીનની અપડેટ ચાહકો સુધી પહોચાડતી રહે છે.
6/6
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો વિશે વાત કરીએ તો આ શો વર્ષ 2008 થી શરૂ થયો હતો. આજે આ શો દરેક ઘરનો પ્રિય શો બની ગયો છે. દરેકને આ શો જોવાનું પસંદ છે. જોકે, શોની કાસ્ટમાં થોડા સમયથી કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. ચાહકો સૌથી વધું દયા બેનને મિસ કરે છે, જે છેલ્લા 4 વર્ષથી શોથી અલગ છે.