
મોબાઇલ કે સ્ક્રીનથી અંતર રાખો: ચક્કર આવતી સ્થિતિમાં મોબાઈલ, ટીવી અથવા લેપટોપની સ્ક્રીનથી તરત દૂર થઈ જાવ, કારણ કે આવું કરવાથી સ્થિતિ વધુ ખરાબ બની શકે છે.

માથું ઊંચું રાખીને સૂઈ જાઓ: જો તમે સુઈ રહ્યા હોવ તો પ્રયત્ન કરો કે તમારું માથું થોડીક ઊંચાઈ પર રહે. આમ કરવાથી બ્લડ પ્રેશર અને મગજની સ્થિતિ વચ્ચે યોગ્ય સંતુલન બની રહે છે.

ગ્લુકોઝ પીવો: ચક્કર આવવાનું એક કારણ ડિહાઇડ્રેશન કે બ્લડ શુગરનો ઘટાડો હોઈ શકે છે. આવી સ્થિતિમાં એક ગ્લાસ પાણી કે ગ્લૂકોઝ પીને તાત્કાલિક રાહત મેળવી શકાય છે.

જો વારંવાર ચક્કર આવે તો ડૉક્ટરનો સંપર્ક કરો: જો તમને વારંવાર ચક્કર આવે છે તો તે વિટામિનની ઉણપ, બ્લડ પ્રેશર અથવા કાનની સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે. આવા કિસ્સામાં ડૉક્ટર પાસે તપાસ કરાવવી મહત્વપૂર્ણ બને છે.