
મારુતિ સુઝુકી ઈન્ડિયાની વાત કરીએ તો, ગયા નવેમ્બરની સરખામણીએ આ નવેમ્બરમાં કારના વેચાણમાં લગભગ 4 ટકાનો વધારો થયો છે. જેના કારણે તેના શેરમાં તેજી જોવા મળી રહી છે. કંપનીનો શેર હાલ 1 ટકાના વધારા સાથે રૂ.11,303 પર ટ્રેડ થઈ રહ્યો છે.

આજ રીતે ટાટા મોટર્સે પણ ગયા નવેમ્બરની સરખામણીએ આ મહિનામાં 2 ટકા વધારે વાહનોનું વેચાણ કર્યું છે અને ડિસેમ્બરમાં પણ વેચાણમાં વૃદ્ધિ જોવા મળી રહી છે, તેથી તેનો શેર હાલ 3.21 ટકાના વધારા સાથે રૂપિયા 818 પર ટ્રેડ થઈ રહ્યો છે. તો ટોયોટાના શેરમાં પણ તેજી જોવા મળી છે, કંપનીનો શેર છેલ્લા 5 દિવસમાં 2 ટકા વધ્યો છે.

ઓટો કંપની આઈશર મોટર્સની રોયલ એનફિલ્ડની ડિમાન્ડ લગ્રનની સિઝન પહેલાની સરખામણીમાં વધુ જોવા મળી રહી છે અને પ્રમોશનલ એક્ટિવિટીઝમાં વધારો થવાને કારણે તમામ મોડલ્સની માંગ વધી છે. તેથી આઈશર મોટર્સનો શેર હાલમાં રૂપિયા 4882 પર ટ્રેડ થઈ રહ્યો છે.