લગ્નની સિઝનમાં ઓટો સેક્ટરને પણ ફાયદો, આ કંપનીઓના શેરમાં જોવા મળી તેજી
દેશમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન દેશભરમાં કુલ 48 લાખ લગ્ન થવાની સંભાવના છે, જેના કારણે 6 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ જોવા મળશે. લગ્નના કારણે ઓટો સેક્ટરને પણ ફાયદો થશે. ત્યારે આ લેખમાં જાણીશું કે, કઈ કંપનીઓને આ લગ્નની સિઝનમાં ફાયદો થશે.

દેશમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન દેશભરમાં કુલ 48 લાખ લગ્ન થવાની સંભાવના છે, જેના કારણે 6 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ જોવા મળશે. લગ્નના કારણે ઓટો સેક્ટરને પણ ફાયદો થશે.

લગ્નની સિઝનના કારણે નવેમ્બરમાં મારુતિ સુઝુકી ઈન્ડિયા, ટાટા મોટર્સ અને ટોયોટા મોટરના વેચાણમાં વધારો થયો છે. જેના કારણે આ કાર કંપનીઓના શેરમાં પણ તેજી જોવા મળી છે.

ડિસેમ્બરમાં પણ લગ્નની સિઝન ધૂમ મચાવી રહી છે, ત્યારે આ મહિને પણ કાર અને મોટરસાયકલની માંગ વધી રહી છે. જેના કારણે મારુતિ સુઝુકી ઈન્ડિયા, ટાટા મોટર્સ, ટોયોટા અને આઈશર મોટર્સના શેરમાં તેજી જોવા મળી રહી છે.

મારુતિ સુઝુકી ઈન્ડિયાની વાત કરીએ તો, ગયા નવેમ્બરની સરખામણીએ આ નવેમ્બરમાં કારના વેચાણમાં લગભગ 4 ટકાનો વધારો થયો છે. જેના કારણે તેના શેરમાં તેજી જોવા મળી રહી છે. કંપનીનો શેર હાલ 1 ટકાના વધારા સાથે રૂ.11,303 પર ટ્રેડ થઈ રહ્યો છે.

આજ રીતે ટાટા મોટર્સે પણ ગયા નવેમ્બરની સરખામણીએ આ મહિનામાં 2 ટકા વધારે વાહનોનું વેચાણ કર્યું છે અને ડિસેમ્બરમાં પણ વેચાણમાં વૃદ્ધિ જોવા મળી રહી છે, તેથી તેનો શેર હાલ 3.21 ટકાના વધારા સાથે રૂપિયા 818 પર ટ્રેડ થઈ રહ્યો છે. તો ટોયોટાના શેરમાં પણ તેજી જોવા મળી છે, કંપનીનો શેર છેલ્લા 5 દિવસમાં 2 ટકા વધ્યો છે.

ઓટો કંપની આઈશર મોટર્સની રોયલ એનફિલ્ડની ડિમાન્ડ લગ્રનની સિઝન પહેલાની સરખામણીમાં વધુ જોવા મળી રહી છે અને પ્રમોશનલ એક્ટિવિટીઝમાં વધારો થવાને કારણે તમામ મોડલ્સની માંગ વધી છે. તેથી આઈશર મોટર્સનો શેર હાલમાં રૂપિયા 4882 પર ટ્રેડ થઈ રહ્યો છે.
