
શનિવારે ખરાબ નજરથી રાહત મેળવવા માટે, 'ૐ શં શનૈશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો 108 વાર જાપ કરવાથી સાર્થક પરિણામ પ્રાપ્ત થાય છે.

શનિવારે ખરાબ નજર દૂર કરવા માટે મંત્રનો જાપ કરતા પહેલા સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ જ મંત્રનો જાપ શરૂ કરવો લાભદાયક માનવામાં આવે છે.

ખરાબ નજર દૂર કરવા સાથે આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં ઊભા થતા પડકારો દૂર થઈ શકે છે અને જીવનમાં ખુશહાલી અને સકારાત્મકતા વધે છે. ( Credits: Getty Images )

આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિ મહત્વપૂર્ણ કામોમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે અને જીવનમાંથી નકારાત્મકતા દૂર થવા લાગે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )