શનિવારે કરો આ મંત્રોનો જાપ અને દૂર કરો ખરાબ નજરનો પ્રભાવ
જીવનમાં સુખ અને દુઃખ બંને સતત આવતાં રહે છે. ક્યારેક એક પછી એક સમસ્યાઓ આવી જાય છે, જેના કારણે વ્યક્તિ માનસિક રીતે તણાવમાં રહે છે. ઘણી વખત આ નકારાત્મકતા અથવા મુશ્કેલીઓ ખરાબ નજરની પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ખરાબ નજર દૂર કરવા માટે કેટલાક વિશેષ ઉપાય અને મંત્રો ઉપયોગી સાબિત થઈ શકે છે.

ઘરમાં જે વ્યક્તિ પર ખરાબ નજરનો ભય હોય, તેને પંચમુખી હનુમાનજીનું લોકેટ પહેરવું અનુકૂળ રહેશે. સાથે જ, હનુમાનજીના મંદિર પર જઈને તેમના ખભા પરથી સિંદૂર લઈ કપાળ પર લગાવવું ફાયદાકારક માનવામાં આવે છે.

પંચમુખી હનુમાનજીનું લોકેટ પહેર્યા બાદ હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરવો લાભદાયક રહેશે. આ રીત અજમાવવાથી તમે ખરાબ નજરની અસરોમાંથી રાહત અનુભવી શકો છો. ( Credits: Getty Images )

ખરાબ નજરથી બચવા માટે, ખરાબ નજરથી પ્રભાવિત વ્યક્તિ પર લાલ મરચું અને સરસવને પાંચ વખત ફેરવો અને પછી તેને યોગ્ય રીતે દુર કરી નાખો. ( Credits: Getty Images )

શનિવારે ખરાબ નજરથી રાહત મેળવવા માટે, 'ૐ શં શનૈશ્ચરાય નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો 108 વાર જાપ કરવાથી સાર્થક પરિણામ પ્રાપ્ત થાય છે.

શનિવારે ખરાબ નજર દૂર કરવા માટે મંત્રનો જાપ કરતા પહેલા સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ જ મંત્રનો જાપ શરૂ કરવો લાભદાયક માનવામાં આવે છે.

ખરાબ નજર દૂર કરવા સાથે આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં ઊભા થતા પડકારો દૂર થઈ શકે છે અને જીવનમાં ખુશહાલી અને સકારાત્મકતા વધે છે. ( Credits: Getty Images )

આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિ મહત્વપૂર્ણ કામોમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે અને જીવનમાંથી નકારાત્મકતા દૂર થવા લાગે છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )
જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.
