
વોડાફોન આઈડિયા દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજી (Review Application) માં કહેવામાં આવ્યું હતું કે, કોર્ટના જૂના આદેશમાં અસંગતતા (Inconsistency) છે. કંપનીએ દલીલ કરી હતી કે, તેની અરજી “Additional AGR Demand” સુધી મર્યાદિત ન હતી પરંતુ તેણે તમામ AGR બાકી રકમની પુનઃગણતરી (Recomputation) કરવાની માંગણી કરવામાં આવી હતી.

વધુમાં કંપનીએ કોર્ટને વિનંતી કરી હતી કે, તે આદેશમાં આ સ્પષ્ટ કરે જેથી સરકાર બંને પ્રકારના લેણાં પર રાહત આપવા માટે સ્વતંત્ર રહે. માર્ચ 2025 સુધીમાં વોડાફોન આઈડિયા પાસે કુલ ₹83,500 કરોડ AGR બાકી રકમ હતી. આમાંથી, ₹9,450 કરોડને "વધારાની AGR Dues રકમ" ગણવામાં આવી છે.

હવે આદેશમાં સુધારા બાદ કંપનીને આશા છે કે, DoT તેના બાકી લેણાંની પુનઃગણતરી કરી શકશે, જે તેની ચૂકવવાપાત્ર રકમમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. બજાર નિષ્ણાતો માને છે કે, આ નિર્ણય કંપની માટે "Sentiment Booster" સાબિત થઈ શકે છે, કારણ કે તે કંપનીને નાણાકીય સ્થિરતા પ્રાપ્ત કરવાની તક આપશે.