Ahmedabad: વિક્રમ એ. સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર, બાળકોના મનમાં વૈજ્ઞાનિક બનવાનું વિચારબીજ રોપતી સંસ્થા બની વટવૃક્ષ

એક વર્ષમાં 1 લાખ 60 હજારથી વધુ વિદ્યાર્થી (Students), 8 હજાર શિક્ષકો અને 7 હજારથી વધુ શાળાઓ (Schools) સુધી વિજ્ઞાન-વર્તુળ વિસ્તર્યુ.

Divyang Bhavsar
| Edited By: | Updated on: May 22, 2022 | 6:09 PM
પ્રણવ  દસ વર્ષનો છે. યશ્વીની ઉંમર 11 વર્ષની છે. બંને અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થી છે. હાલ વેકેશન ચાલી રહ્યું હોઈ આ બંને બાળકોને સમય પસાર કઈ રીતે કરવો તે પ્રશ્ન હતો ? યશ્વીના  શબ્દોમાં જ કહીએ તો, તે બોર થતી હતી. ત્યારે એક દોસ્તે વાત કરી કે ગુજરાત યુનિવર્સિટીની સામે આવેલા વિક્રમ એ. સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં બાળકો માટે સમર વેકેશન વર્કશોપ ચાલે છે. પ્રણવ  અને યશ્વીએ તેમના પ્રવેશ મેળવ્યો. તેમણે મેથ્સ લેબમાં પ્રવેશ મેળવ્યો.

1 / 9
અમે જ્યારે મેથ્સ લેબમાં મળ્યા ત્યારે તે ઈમ્પોસિબલ ટ્રાયંગલ બનાવવામાં મશગૂલ હતા. પ્રણવવે કહ્યું કે, મેથ્સ એ મારો ગમતો વિષય છે અને તેના મોડલ બનાવવાની મઝા આવે છે. પ્રણવ અને યશ્વીની જેમ એક જ વર્ષમાં ( વર્ષ -2020-21) આ સેન્ટરનો લાભ 1 લાખ 60 હજારથી વધુ બાળકોએ લીધો છે. આ કમ્યુનિટી સાયન્સ સેન્ટરથી માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, શિક્ષકો પણ લાભાન્વિત થયા છે. આ સેન્ટરમાંથી વર્ષ 2020-21માં 8 હજાર શિક્ષકો તાલીમબદ્ધ થયા છે.

2 / 9
આ સેન્ટર ભલે અમદાવાદમાં હોય, પણ તેને દેશના 17 રાજ્યોના વિદ્યાર્થીઓ, શિક્ષકોના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારી છે.

3 / 9
આ સેન્ટરનું મહત્વ રેખાંકિત કરતાં વિક્રમ એ. સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ સુરકર કહે છે, “એવા અનેક વિદ્યાર્થીઓ હશે જેમના મનમાં વૈજ્ઞાનિક કે ઈજનેર બનવાનું સપનું વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરના કારણે રોપાયું હશે અને તે સાકાર થયું હશે."

4 / 9
  દિલીપ સુરકર ઉમેરે છે  સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં વર્ણવેલા પ્રયોગો અહીં કરે, તેનું વિશ્લેષણ કરે અને કંઈક નવું સર્જન કરવા પ્રોત્સાહિત થાય તે છે. આમ, તે વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયાને વધુ આનંદપ્રદ બનાવે છે.

5 / 9
આ સાયન્સ સેન્ટરમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે કાર્યરત કરિશ્મા શાહ કહે છે, “આ સેન્ટર વિસ્મયકારક વિજ્ઞાનમાં બાળકોની રૂચિ જગાડે છે અને તેમને પ્રશ્ન કરતાં અને તેના ઉકેલની દિશામાં વિચારતા શીખવે છે. વિક્રમ એ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર : પ્રયોગ અને પુરસ્કાર બાળકોમાં વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા માટેના શ્રેષ્ઠ પ્રયાસો માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર - 1994(NCSTC, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર) સાયન્સ અને ટેકનોલોજીના કમ્યુનિકેશનમાં ઉત્કૃષ્ટ પ્રયાસ બદલ રાષ્ટ્રીય પુરસ્કાર – 2008 (NCSTC, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ભારત સરકાર) ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સોશિયલ ઈમ્પેક્ટ એવોર્ડ ફોર એજ્યુકેશન- 2011

6 / 9
અહીં બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, ઈલેક્ટ્રોનિક, મોડલ રોકેટ્રી, એસ્ટ્રોનોમી, મેથેમેટિક્સ જેવા વિષયોની પ્રયોગશાળામાં પ્રયોગો કરી બાળકો અઘરા લાગતા વિષયોને સહેલાઈથી સમજે છે- શીખે છે. 15 હજારથી વધુ પુસ્તકો- વિજ્ઞાન સામયિકોથી સુસજ્જ લાયબ્રેરીમાં અબાલવૃદ્ધ સૌ વિજ્ઞાનના વિષયોના વાચનનો આનંદ ઉઠાવી શકે છે.

7 / 9
અહીં સાયન્સ શોપ પણ છે. જ્યાંથી વિજ્ઞાનને લગતા પ્રયોગો કરવા માટે સાધન-સામગ્રી અને  રસાયણો ઉપ્લબ્ધ છે. મજાની વાત એ છે કે આ સાયન્સ શોપ માટેની સામગ્રીની પ્રોટોટાઈપ આ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં જ તૈયાર થાય છે.

8 / 9
વાત અહીં પૂરી થતી નથી. આ સેન્ટર વિવિધ શાળાઓને વિજ્ઞાન-પ્રવૃત્તિ કેન્દ્રો અને પ્રયોગશાળાઓ સ્થાપવામાં મદદ કરે છે. સેન્ટરે 175 જેટલી સ્કૂલ સ્પેસ ક્લબ વિકસાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ કેન્દ્ર રાજ્યના ગણિત,વિજ્ઞાન, ઈજનેરી જેવા વિષયોના  શિક્ષકોની ક્ષમતા-વૃદ્ધિનું પણ કાર્ય કરે છે. શિક્ષકોને STEM ( Science, Technology, Engineering & Maths) અને ઈનોવેશન માટે તાલીમ આપી તેમને ભવિષ્યના નવા વિષયો અંગે માહિતગાર કરવાનું મહત્વપૂર્ણ કાર્ય પણ કરે છે.

9 / 9

Latest News Updates

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

g clip-path="url(#clip0_868_265)">