Gujarati News » Photo gallery » Vijay Deverakonda announces his next film, Puri Jagannadh will re direct the actor
વિજય દેવેરાકોંડાએ તેની આગામી ફિલ્મની જાહેરાત કરી, દિગદર્શક પુરી જગન્નાથ સાથે અભિનેતા કામ કરશે
સાઉથના સુપરસ્ટાર અર્જુન રેડ્ડી એક્ટર વિજય દેવરાકોંડાએ તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નિર્દેશન પણ પુરી જગન્નાથ કરશે. નિર્માતા અને અભિનેતા દ્વારા તેમના સંબંધિત સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ફિલ્મનું પોસ્ટર શેર કરીને ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે
અભિનેતા દ્વારા તેમના સંબંધિત સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ફિલ્મનું પોસ્ટર શેર કરીને ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.પોસ્ટરમાં ભારત નો નકશો દેખાડવામાં આવ્યો છે.પોસ્ટરમાં સૈનિકો હથિયાર સાથે હવામાં તરતા દેખાય રહ્યા છે જાણે કોઇ યુધ્ધ ચાલી રહ્યુ હોય તેવા દ્રશ્યો છે,જોકે હાલમાં, નિર્માતાઓએ આ પ્રોજેક્ટ વિશે વધુ વિગતો શેર કરી નથી.
1 / 5
ફિલ્મનું શીર્ષક JGM છે, જે જન ગણ મન નું ટુંકું નામ કરવામાં આવ્યુ છે.ફિલ્મની જાહેરાતના ભાગરૂપે ફિલ્મ નિર્માતએ તસવીરો જાહેર કરી છે. લશ્કરી, સૈનિકોના પોશાકમાં વિજય દેવેરાકોંડા હેલિપેડ પર હેલિકોપ્ટરમાં પહોંચ્યો. લેખન અને દિગ્દર્શન ઉપરાંત, પુરી ટીમ અને આર્મી જવાનો અને દિગ્દર્શક વામશી પૈદિપલ્લી સાથેની તસવીર શેર કરી હતી.
2 / 5
વિજય અને પુરી, તે દરમિયાન, તેમના પ્રથમ સહયોગ લિગરની રાહ જોઈ રહ્યા છે, જે પોસ્ટ-પ્રોડક્શનમાં છે. આ ફિલ્મ એક ભારતીય એમએમએ ફાઇટરની કહાની રજુ કરે છે.જે દેશ ભક્તિ અને જોશ સાથે બીજા દેશના સૌનિકો સાથે લડે છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન દ્વારા સહ-નિર્મિત આ ફિલ્મ આ વર્ષે 3 થી 25 ઓગસ્ટ સુધીમાં સિનેમાઘરોમાં આવવાની ધારણા છે.
3 / 5
સાઉથના સુપરસ્ટાર અર્જુન રેડ્ડી એક્ટર વિજય દેવરાકોંડા, ફિલ્મનું નિર્દેશન પણ પુરી જગન્નાથ સહિતના ટીમ મેમ્બર પોસ્ટર રિલીઝ સમયે હાજર રહ્યા હતા
4 / 5
જેજીએમ અથવા જન ગણ મન નામની આ ફિલ્મ ઓગસ્ટ 2023માં રિલીઝ થશે.