Vastu Tips : તમે પણ આ આકારના પ્લોટ પર ઘર બનાવ્યું છે તો ચેતી જજો, જાણો
આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું મહત્વ ખૂબ જ ખાસ છે. જો વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો પરિણામો ખૂબ જ શુભ મળે છે. બીજું કે, જો વાસ્તુશાસ્ત્રના નિયમોનું યોગ્ય પાલન ન કરવામાં આવે તો પરિણામો નકારાત્મક પણ મળી શકે છે.

વાસ્તુશાસ્ત્રમાં ઘર, ઓફિસ સહિત અલગ-અલગ જગ્યાઓ માટે અલગ નિયમો છે. તે અનુસાર જો ઘર બનાવવામાં આવે તો લાભ થાય છે.

આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં એ પણ જણાવેલું છે કે ક્યાં આકારના પ્લોટ પર ઘર બનાવવાથી શું લાભ થાય છે અને ક્યાં આકારના પ્લોટ પર ઘર બનાવવાથી નુકસાન થાય છે.

તમે ગોળ પ્લોટ, ચોરસ સહિતના વિવિધ આકારના પ્લોટના નામ સાંભળ્યા હશે. પરંતુ તબલા આકારના પ્લાટ અંગે બહુ જ ઓછા લોકો અવગત હોય છે.

તબલા આકારનો પ્લોટ આગળથી ખુલ્લો અને પાછળથી સાંકડો હોય છે. આ પ્રકારની જમીન પર બનેલા ઘરમાં રહેતા લોકોની સ્થિતિ બહારથી સમુદ્ધ હોય છે. પરંતુ અંદરથી સામાન્ય કરતા પણ ઓછી હોય છે.

આ પ્રકારના ઘરમાં રહેવાથી મિશ્રણ અથવા અશુભ ફળ મળે છે. આ પ્રકારના પ્લોટ માલિકે અવારનવાર લોન લેવાની કે ઉધાર પૈસા લેવાની ફરજ પડે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પ્રકારના ઘર કે પ્લોટ ખરીદવાની ના પાડવામાં આવે છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
તમારી કારકિર્દીમાં ઝડપી સફળતા પ્રાપ્ત કરવા અને આધ્યાત્મિક પ્રગતિ માટે ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો
