Vastu Tips : ભાગ્ય અને સંપત્તિમાં વૃદ્ધિ માટે અપનાવો આ 7 સરળ ઉપાયો, જાણી લો

જો તમને લાગે છે કે સતત પ્રયત્નો છતાં ભાગ્ય તમારા પક્ષમાં નથી અને ઘરમાં હંમેશાં કોઈને કોઈ અવરોધ ઊભો થાય છે, તો શક્ય છે કે તેનું કારણ વાસ્તુ સંબંધિત ખામીઓ હોય. આવી ખામીઓ ઘણી વખત પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિને અસર કરે છે.

| Updated on: Aug 10, 2025 | 6:38 PM
4 / 9
વાસ્તુશાસ્ત્ર મુજબ, જ્યાં ઘરના ખૂણાઓમાં ગંદકી જામી રહે છે અને કરોળિયાના જાળાં છવાઈ ગયેલા હોય છે, ત્યાં ધનની દેવી લક્ષ્મી નિવાસ કરતી નથી. સુખ અને સમૃદ્ધિની ઈચ્છા રાખનારાઓએ પોતાના ઘરના દરેક ખૂણાને સ્વચ્છ રાખવું જરૂરી છે, જેમાં મુખ્ય પ્રવેશદ્વાર અને ઘરના મધ્યભાગ (બ્રહ્મસ્થાન)નો પણ સમાવેશ થાય છે. જે લોકો વાસ્તુના આ નિયમનું પાલન કરે છે, તેમના ઘરમા શાંતિ, સમૃદ્ધિ અને સુખનો વાસ રહે છે. ( Credits: Getty Images )

5 / 9
વાસ્તુશાસ્ત્ર મુજબ, સારા ભાગ્ય અને ઉત્તમ સ્વાસ્થ્યની ઈચ્છા ધરાવતા લોકોને ક્યારેય પણ પોતાનો પલંગ અથવા સોફા સીધા બીમની નીચે મૂકવા ન જોઈએ. આ સ્થિતિને વાસ્તુમાં એક મહત્વપૂર્ણ દોષ માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. જો કોઈ કારણસર આ દોષ દૂર કરવો શક્ય ન હોય, તો તેની અસર ઘટાડવા માટે તે સ્થળે વાંસળી લટકાવવી શ્રેષ્ઠ છે. (Credits: - Canva)

6 / 9
વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરના કોઈ પણ ખૂણામાં પાણીનું ટપકવું અથવા ભેજ રહેવું અશુભ માનવામાં આવે છે. આ પરિસ્થિતિને ગંભીર વાસ્તુ દોષ ગણવામાં આવે છે, જે આર્થિક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. સનાતન માન્યતાઓ અનુસાર, પાણી માતા લક્ષ્મીનું પ્રતિક છે, તેથી તેને કોઈ પણ રીતે વ્યર્થ ન વહેવડાવવું જોઈએ. (Credits: - Canva)

7 / 9
વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરના મુખ્ય દરવાજા ખોલતા કે બંધ કરતી વખતે તેમજ પલંગ અથવા સોફા પર બેસતાં સમયે કોઈ અવાજ થવો અશુભ માનવામાં આવે છે. આવી ખામી પરિવારમાં મતભેદ અથવા કલહનું કારણ બની શકે છે. તેથી દરવાજાના હિન્જ પર નિયમિત તેલ લગાવવું અને અવાજ કરતી વસ્તુઓને તરત જ સુધારવી કે બદલવી  જરૂરી  છે. ( Credits: Getty Images )

8 / 9
વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરની સીડીઓ જીવનમાં પ્રગતિ અને વિકાસનું પ્રતિક માનવામાં આવે છે. તેથી, તેને હંમેશા સ્વચ્છ  રાખવી જરૂરી છે. તૂટેલી અથવા ખરાબ હાલતમાં આવેલી સીડીઓ અશુભ માનવામાં આવે છે, જે ઘરમાં નકારાત્મક અસર લાવી શકે છે. આ કારણે, આવી સીડીઓનું સમારકામ તરત જ કરાવવું યોગ્ય છે. ઉપરાંત, સીડીઓની નીચે ક્યારેય સામાન સંગ્રહ કરવો નહીં, તેમજ તેના નીચે રસોડું અથવા શૌચાલય બનાવવાનું પણ ટાળવું જોઈએ. (Credits: - Canva)

9 / 9
વાસ્તુશાસ્ત્ર મુજબ, છત પર કચરો અથવા બગડેલી વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે. આવી વસ્તુઓ ઘરમા નકારાત્મક ઊર્જા વધારતી હોવા સાથે શનિ અને રાહુથી જોડાયેલા વિઘ્નો પણ લાવી શકે છે. છતના વાસ્તુદોષ દૂર રાખવા માટે ત્યાં ક્યારેય કચરો, જૂની સામગ્રી, રેતી, સિમેન્ટ, વાંસની લાકડીઓ અથવા સૂકા છોડ ભેગા ન કરવા જોઈએ અને તેને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )  (Credits: - Canva)

Published On - 6:37 pm, Sun, 10 August 25