Knowledge: NASAના જેમ્સ વેબ ટેલિસ્કોપે કેમેરા વગર લીધી સેલ્ફી, પહેલા HD 84406 તારાને જોયા પછી ક્લિક કર્યો આ સુંદર ફોટો

James Webb Space Telescope: વિશ્વના સૌથી શક્તિશાળી જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે તેની પ્રથમ સેલ્ફી લીધી છે. જેમાં એક તારાનો પ્રકાશ ચમકતો જોવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 7:20 PM
અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ  (NASA) જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપમાંથી (James Webb Space Telescope) લીધેલી કેટલીક તસવીરો જાહેર કરી છે. જેમાં ટેલિસ્કોપના પ્રાથમિક અરીસાની સેલ્ફી પણ સામેલ છે. ટેલિસ્કોપે સૌપ્રથમ ઉર્સા મેજર સ્ટાર HD 84406નું અવલોકન કરવાનું શરૂ કર્યું, જેથી મિરરની ગોઠવણીની પ્રક્રિયા (Mirror Alignment Process) શરૂ થઈ શકે.

1 / 7
આ તારો પૃથ્વીથી 269 પ્રકાશવર્ષના અંતરે આવેલો છે. નાસા વેબ ટેલિસ્કોપે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ તમામ માહિતી આપી છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, 'વેબે તેના પ્રાથમિક અરીસાની સેલ્ફી લીધી. જે બહારના એન્જિનિયરિંગ કેમેરામાંથી લેવામાં આવી ન હતી, પરંતુ તેના NIRCam ઉપકરણની અંદરના ભાગમાં લગાવેલા વિશિષ્ટ લેન્સથી લેવામાં આવી હતી.'

2 / 7
આ પછી તસ્વીરની વિગતો આપતા ટેલિસ્કોપના ખાતાએ કહ્યું, 'તમે જે જુઓ છો. તે વેબનો વાસ્તવિક પ્રાથમિક અરીસો છે. જે તેના લક્ષ્ય તારાને જોઈ રહ્યો છે. બધા અરીસાઓ તારા તરફ જોઈ રહ્યા છે, પરંતુ અરીસો ચમકે છે. કારણ કે તે તારા સાથે સીધી રેખામાં છે. નાસાએ પણ આ તસવીરની પ્રશંસા કરી છે.

3 / 7
"સમગ્ર ટીમ અત્યંત ખુશ છે કે ટેલિસ્કોપના ફોટોગ્રાફનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે," માર્સિયા રીકે, ટેલિસ્કોપના મુખ્ય તપાસકર્તા અને એરિઝોના યુનિવર્સિટીના ખગોળશાસ્ત્રી, નાસાના એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું.

4 / 7
આ તસ્વીર એ વાતનો પુરાવો છે કે ટેલિસ્કોપ જે રીતે કામ કરવું જોઈએ તે રીતે કામ કરી રહ્યું છે. તારાનું ચિત્ર હજુ પણ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. કારણ કે તમામ અરીસાઓ એક લાઇનમાં ન હતા. નાસાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ફોટો પાડવાની પ્રક્રિયા 2 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી.

5 / 7
જેમ્સ વેબ ટેલિસ્કોપ વિશે વાત કરીએ તો, તેને નાસા દ્વારા યુરોપિયન સ્પેસ એજન્સી અને કેનેડિયન સ્પેસ એજન્સીના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. નાસાના આ નવા ટેલિસ્કોપમાં ગોલ્ડન કલરનો મિરર પણ છે. જેની પહોળાઈ 21.32 ફૂટ છે. તે બેરિલિયમથી બનેલા ષટ્કોણના 18 ટુકડાઓને જોડીને બનાવવામાં આવે છે.

6 / 7
દરેક ટુકડામાં 48.2 ગ્રામ સોનું હોય છે. તેથી તે પરાવર્તક તરીકે કામ કરે છે. આ નવું ટેલિસ્કોપ જૂના હબલ ટેલિસ્કોપથી થોડું અલગ છે. હબલથી વિપરીત, જો તેમાં કોઈ ભૂલ હોય, તો તે પૃથ્વી પરથી જ સુધારી શકાય છે. નાસાએ 24 એપ્રિલ 1990ના રોજ હબલ ટેલિસ્કોપ લોન્ચ કર્યું હતું. જ્યારે જેમ્સ વેબ ટેલિસ્કોપ ગયા વર્ષે 25 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">