મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર પોલીસે તેમના નવતર અભિગમ ‘પહેલ’નો પ્રારંભ કર્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન (Traffic regulation) સરળતાથી થાય અને લોકોને વાહન ચાલનમાં વધુ સગવડતા મળે તે માટે લોકોના સૂચનો અને સહયોગથી એરીયા એડોપશન સ્કીમ પણ લોન્ચ કરી હતી.

Jun 20, 2022 | 1:20 PM
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Jun 20, 2022 | 1:20 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર પોલીસે તેમના નવતર અભિગમ 'પહેલ'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. એક દિવસીય સેમિનારમાં અમદાવાદ શહેર પોલીસના 150થી વધુ અધિકારીઓ જોડાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમન સરળતાથી થાય અને લોકોને વાહન ચાલનમાં વધુ સગવડતા મળે તે માટે લોકોના સૂચનો અને સહયોગથી એરીયા એડોપશન સ્કીમ પણ લોન્ચ કરી હતી. આ સ્કીમ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કા વાર લોન્ચ કરાશે.

1 / 5
મુખ્યમંત્રીએ આ સેમિનારનો પ્રારંભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર અને અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. ગયહેડ અને ક્રેડાઈ આ સેમિનારના સહયોગી બન્યા.

2 / 5
મુખ્યમંત્રીએ ક્હ્યું કે વડાપ્રધાન  નરેન્દ્ર  મોદીએ સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ ના મંત્રથી સૌને સાથે લઈ વિકાસની જે દિશા લીધી છે તેને આ પહેલ થી વેગ મળશે. તેમણે નાનામાં નાના માનવીથી લઈને સૌ કોઇના સન્માનને મહત્વપૂર્ણ ગણાવતા પોલીસ અને પ્રજા વચ્ચે સૌહાર્દ અને પરસ્પર સન્માન સભર વ્યવહાર માટે આહ્વાન કર્યું હતું.

3 / 5
પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌજન્યશીલ,સૌહાર્દ પુર્ણ બને અને પોલીસ પ્રજાના મિત્ર તરીકે પ્રજા સાથે પ્રજા માટે પ્રજા પડખે છે તે ભાવના જન માનસમાં જાગે તે અંગે વિવિધ વિષય નિષ્ણાંતો,પદાધિકારીઓ,પોલીસ અધિકારીઓએ આ એક દિવસીય સેમિનારમાં સામૂહિક ચિંતન મનન કરવામાં આવ્યુ.

4 / 5
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, સારા કર્મોની છાપ લોકોમા કાયમ રહેતી હોય છે એટલે સૌએ વાણી, વર્તન વ્યવહારમાં કર્મયોગ ભાવથી કર્તવ્યરત રહીને આ પહેલ દ્વારા સમગ્ર પોલીસ દળની ગરિમા છબી વધુ ઊંચી લઇ જવાની છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati