રશિયન આક્રમકતા વચ્ચે યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓએ પણ મદદની વિનંતી કરી છે. કેટલાક વિદ્યાર્થીઓએ તેમના એપાર્ટમેન્ટ છોડ્યા નથી, જ્યારે કેટલાકે અંડરગ્રાઉન્ડ મેટ્રોમાં આશ્રય લીધો છે.
1 / 7
જ્યારે રશિયન મિસાઇલોએ યુક્રેન પર હુમલો કર્યો, તે સમયે ઘણા લોકો ઊંઘી રહ્યા હતા, આ બ્લાસ્ટના ડરામણા અવાજે લોકો જાગી ગયા હતા. ઉતાવળમાં લોકોએ ઘરની બહાર નીકળીને સલામત સ્થળોએ આશરો લીધો હતો.
2 / 7
આ દરમિયાન કેટલાક છોકરાઓ ગિટાર વગાડીને લોકોને ખુશ કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ઘટનાને કવર કરવા કિવ પહોંચેલા લોકો અને પત્રકારો જે હોટેલમાં રોકાયા હતા, તેને 30 મિનિટમાં ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
3 / 7
કેટલાક લોકો બસ સ્ટોપ પર રાહ જોતા જોવા મળ્યા હતા. જ્યારે અનેક લોકો પોતાની ગાડીઓ લઇને શહેર છોડવાની ઉતાવળમાં જોવા મળ્યા હતા. ફિલિંગ સ્ટેશનો પર ગાડીઓની લાંબી લાઈનો જોવા મળી હતી.
4 / 7
રશિયન હુમલા બાદ યુક્રેનમાં કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ દેશમાં માર્શલ લો જાહેર કર્યો છે.
5 / 7
કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ શહેરના 3 મિલિયન લોકોને ઘરની અંદર રહેવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી મોટી જરૂરિયાત ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળો, સાથે જ દરેકને પોતાની જરૂરિયાતની વસ્તુઓનો સ્ટોક રાખવા અપીલ કરી હતી.
6 / 7
હુમલાને કારણે ત્યાંના એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને સ્થિતિ એવી છે કે જે વિદ્યાર્થીઓએ ભારત પરત ફરવા માટે ટિકિટ લીધી હતી તેમની ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી રહી છે અથવા ફરીથી શેડ્યૂલ કરવામાં આવી રહી છે.