Travelling: એક નજર કરો દુનિયાની આ વિચિત્ર ઈમારતો પર
આપણે ઘણી વાર અજીબ વસ્તુઓ અને ખોરાક વિશે સાંભળતા આવ્યા છીએ. આ વખતે એવી ઈમારતો વિશે જાણો કે જેનું બાંધકામ અમૂક ચોક્કસ આકારોને લઈને બનાવવામાં આવ્યું હોય અથવા તો કોઈ થીમ પર આધારીત હોય. જૂઓ આવી ઈમારતોની સુંદર તસ્વીરો
હેન્સ શૂ હાઉસ, પેન્સિલવેનિયાઃ આ તસવીર જોઈને સ્પષ્ટ થાય છે કે આ ઘર જૂતાના આકારમાં બનાવવામાં આવ્યું છે. પેન્સિલવેનિયા આવતા પ્રવાસીઓ આ આકર્ષક અને સર્જનાત્મક ઘરને જોવા માટે ચોક્કસપણે આવે છે. આ હેલમ ટાઉનશીપમાં સ્થિત છે.
1 / 5
બબલ હાઉસ, ફ્રાન્સઃ આ આકર્ષક ઈમારત 1975 અને 1989 વચ્ચે બનાવવામાં આવી હતી. તમારા બાળકોને પરિવાર સાથે ફ્રાન્સની સફર દરમિયાન આ સ્થાન ગમશે. અહીં જરૂર ફરવા જાવ.
2 / 5
કેન્સાસ સિટી લાઈબ્રેરીઃ આ લાઈબ્રેરી એવી રીતે બનાવવામાં આવી છે કે મુલાકાતીઓ તેને એકવાર જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. આગળના ભાગને પુસ્તક જેવો આકાર આપવામાં આવ્યો છે. જે તેને ખૂબ આકર્ષક બનાવે છે. પુસ્તક પ્રેમીઓ આ સ્થળને એનેજોય કરી શકે છે.
3 / 5
લોંગબર્ગર હેડક્વાર્ટરઃ આ એક પ્રકારની ઓફિસ છે. જે વર્ષ 1997માં બનાવવામાં આવી હતી. તેને લોંગબર્ગરની હેડ ઓફિસ કહેવામાં આવે છે અને તેનો આકાર ટોપલી જેવો છે. આ ઈમારત દૂરથી જોવામાં આવે તો ખૂબ જ સુંદર લાગે છે.
4 / 5
ઉલ્ટા રેસ્ટોરન્ટ, જ્યોર્જિયા: જો તમે જ્યોર્જિયાની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસપણે અહીંની આ આકર્ષક રેસ્ટોરન્ટમાં ભોજનનો આનંદ લો. આ રેસ્ટોરન્ટની ઈમારતનો આગળનો ભાગ ઊંધા આકારમાં બનાવવામાં આવ્યો છે. જે ખૂબ જ આકર્ષક છે. (Edited By-Meera Kansagara)