Gujarati News » Photo gallery » Travel Tips: The five largest zoos in the country where children and adults can have fun
Travel Tips : દેશના એ પાંચ સૌથી મોટા પ્રાણીસંગ્રહાલય જ્યાં બાળકોની સાથે મોટેરાઓને પણ પડશે મજા
આપણા ભારતમાં ઘણા રાજ્યો એવા છે જ્યાં દેશના જાણીતા પ્રાણીસંગ્રહાલયો આવેલા છે. જેની લોકોને ભાગ્યે જ જાણકારી હશે. આજે આ આર્ટિકલમાં અમે તમને દેશના એવા પાંચ પ્રાણી સંગ્રહાલય વિષે જણાવી રહ્યા છે.
દિલ્હી ઝૂઃ એવું કહેવાય છે કે દિલ્હી ઝૂ એશિયાના સૌથી મોટા પ્રાણીસંગ્રહાલયોમાંનું એક છે. તે વર્ષ 1959 માં બનાવવામાં આવ્યું હતું. આ પ્રાણી સંગ્રહાલયમાં એક પુસ્તકાલય પણ છે, જ્યાં પ્રાણીઓ અને છોડ વિશે માહિતી લઈ શકાય છે.
1 / 5
ઓડિશાનું પ્રાણી સંગ્રહાલય: રાજધાની ભુવનેશ્વરમાં સ્થિત આ પ્રાણી સંગ્રહાલય નંદનકનન તરીકે ઓળખાય છે. 400 હેક્ટરમાં ફેલાયેલા આ પ્રાણી સંગ્રહાલયને વર્ષ 1979માં સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. ઓડિશામાં આ એક મોટું પર્યટન સ્થળ છે.
2 / 5
આસામ ઝૂ: બંગાળ ટાઈગર ઉપરાંત, તમે આ પ્રાણી સંગ્રહાલયમાં હિમાલયન બ્લેક બેર જેવા દુર્લભ પ્રાણીઓ પણ જોઈ શકો છો. તે ઉત્તરપૂર્વમાં સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય માનવામાં આવે છે.
3 / 5
મૈસૂર ઝૂઃ કર્ણાટકના મૈસૂરમાં આવેલું આ પ્રાણી સંગ્રહાલય વિશ્વના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલયોમાંનું એક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તે વર્ષ 1892 માં બનાવવામાં આવ્યું હતું અને તેની પ્રાચીન સંસ્કૃતિ પ્રવાસીઓને આકર્ષે છે.
4 / 5
હૈદરાબાદ ઝૂ: તેને નેહરુ જીઓલોજિકલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે તે 380 એકરમાં ફેલાયેલું છે અને તેની સ્થાપના 1963માં થઈ હતી. અહીં હાજર એક વિશાળ તળાવ આ પ્રાણી સંગ્રહાલયની સુંદરતામાં વધુ વધારો કરે છે.