
મહત્વની વાત છે શૂઝ પેક કરવાની. તો શૂઝ તમે એવા પેક કરજો. જે વોટરપ્રુફ હોય અને પહાડી રસ્તાઓ પર તમે આરમથી ચાલી શકો, થર્મલ કપડાંનું પણ પેકિંગ કરી લો, બેગમાં મોશ્ચરાઈઝર, લીપબામ પણ જરુર રાખો.

જો તમને કોઈ બીમારી છે તો સૌથી પહેલા તમારી દવા બેગમાં પેક કરી લો, ફરવા જઈ રહ્યા છો, તો હેલ્થનું ધ્યાન રાખવું પણ ખુબ જરુરી છે. ડ્રાયફ્રુટ્સ પણ પેક કરી લો. જે તમને હેલ્ધી રાખવા માટે મદદ કરશે. હેન્ડ સેનિટાઈઝર, સાબુ, ટિશ્યુ, પેપર તમારા બેગમાં જરુર રાખો,

ફરવા જઈ રહ્યા છો તો મોબાઈલનો વધારે ઉપયોગ થશે. વાંરવાર ફોટો વીડિયો શૂટ કરવાથી તમારા ફોનની બેટરી જલ્દી પુરી થઈ જશે. બીજું એક તો પહાડો પર લાઈટની સમસ્યા બની શકે છે, તો સાથે એક પાવરબેન્ક જરુર રાખો.

આ સિવાય આઈડી પ્રૂફ, હોટેલ બુકિંગ, ટ્રાવેલ ટિકિટ વગેરે જેવા ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સનું ખાસ ધ્યાન રાખો. જો શક્ય હોય તો સાથે રેનકોટ અને નાની છત્રી પણ બેગમાં પેક કરી લેજો, કારણ કે, સ્નોફલો જો વધારે થયો તો તમે ભીંજાય પણ શકો છો.