Travel Tips : ટ્રાવેલ દરમિયાન બિનજરુરી ખર્ચથી આ રીતો બચો, આ પ્લાન પહેલા જ કરી લો
મોજ-મસ્તીના ચક્કરમાં ક્યારે કેટલા પૈસા ખર્ચાય જાય છે. તેની ખબર જ રહેતી નથી. જો તમે મુસાફરી દરમિયાન બિનજરૂરી ખર્ચથી બચવા માંગો છો, તો આ પદ્ધતિઓ અપનાવો,

સૌથી પહેલા પ્રશ્ન આવે છે. ટિકિટ બુકિંગનો જ્યારે પણ ફરવા જવાનો પ્લાન હોય ત્યારે શેમાં જવાનું છે, તે પ્રશ્ન રહે છે. જો ટ્રેન કે ફ્લાઈટમાં જવાનું છે તો શક્યો હોય એટલું પહેલાથી જ ટિકિટ બુકિંગ કરી લેવી જોઈએ,

ફરવા જઈ ત્યારે આપણે એ સ્થળથી અજાણ હોય છીએ. આ કારણે મોંઘી હોટલ, રેસ્ટોરન્ટમાં જઈ છીએ. વધારે પૈસા આપી દેતા હોય છીએ. એટલા માટે ક્યાંય પણ જઈ રહ્યા છો. સૌથી પહેલા તો પ્લાન બનાવી લો, તેમજ સ્થાનિક લોકો પાસે આસપાસ સસ્તી ધર્મશાળા કે એક બે દિવસ રહેવા માટે રુમ મળી જાય તેવો પ્લાન બનાવો.

ટ્રાવેલ દરમિયાન વધારે ખર્ચો આવવા-જવાનો રહે છે. એટલા માટે શક્ય હોય તેટલું પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. તમે જે સ્થળે ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તે વિસ્તારમાં જાહેર પરિવહન વિશે અગાઉથી માહિતી મેળવો અને તેનો ઉપયોગ કરો. આમ કરવાથી તમે ત્યાંના લોકોની લાઈફસ્ટાઈલને નજીકથી જોઈ શકશો.

કોઈ પણ ટુરિસ્ટ પ્લેસ પર ફુડ મોંઘો જ હોય છે. તેમજ સ્વાદ પણ તમારે જોઈએ તેવો હોતો નથી. એટલા માટે શક્ય હોય તેટલો સુકો નાસ્તો તમારી સાથે ઘરેથી જ લઈને જવો. તેમજ ત્યાંના ફ્રુટ્સનું પણ સેવન જરુરી કરવું જોઈએ.જેનાથી તમને જલ્દી ભૂખ પણ નહિ લાગે હેલ્ધી રહેશો.

કોઈ પણ સ્થળે નવી વસ્તુઓ જોઈ તો તે તમને આકર્ષિત કરે છે. પરંતુ શક્ય હોય તો ટ્રાવેલ દરમિયાન શોપિંગ કરવાનું ટાળો, કારણ કે, સ્વાભાવિક છે ટુરિસ્ટ પ્લેસ પણ તમામ વસ્તુઓના ભાવ વધારે જ રહેવાના છે. જો તમારે કોઈ એન્ટીક વસ્તુ લેવી હોય તો જરુર શોપિંગ કરી લો.

કોઈ પણ જગ્યાએ ફરવા જઈ રહ્યા છો. તો સૌથી પહેલા તમારું બજેટ બનાવી લો, આ બજેટમાં તમારે ફરવાના સ્થળ, હોટલ , ફુડ અને અન્ય વસ્તુઓ પર ખર્ચ કરવાનો છે. જો તમારું એક બજેટ નક્કી હશે. તો તે પ્રમાણે જ તમે ખર્ચ કરશો.
ટ્રાવેલને લગતા અન્ય સમચારા વાંચવા માટે અહીં ક્લિક કરો
