Gujarati News » Photo gallery » Travel: In these countries it is getting cold at this time, you can go to this place to enjoy the holiday fun
Travel: આ દેશોમાં આ સમયમાં પડી રહી છે ઠંડી, રજાની મજા માણવા જઈ શકો છો આ જગ્યાએ
આ સમયમાં આપણા દેશમાં લોકો તાપ-તડકા અને ભયંકર ગરમીથી હેરાન થઈ રહ્યાં છે પણ કેટલાક દેશોમાં મસ્ત ઠંડીનો માહોલ છે. ચાલો જાણીએ એવા કેટલાક દેશો વિશે જ્યાં તમે માણી શકો છો રજાની (Holidays) મજા .
ભારતમાં આ સમયે આકરી ગરમી અને આકરા તડકાથી લોકો પરેશાન છે, જ્યારે કેટલાક દેશો એવા છે જ્યાં ઠંડી પડી રહી છે.પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલા કેટલાક દેશોમાં ઠંડીનો માહોલ છે. આવો જાણીએ આવા જ કેટલાક દેશો વિશે...
1 / 5
પેરુ દેશ : આ દેશમાં તમે મે થી સપ્ટેમ્બર વચ્ચે ફરી શકો છો. આ મહિનામાં અહિંયા વરસાદ ઓછો હોવાથી વાતાવરણ મસ્ત અને આહલાદક હોય છે.અહીં જૂન થી ઓગસ્ટ વચ્ચે શિયાળાનો મહોલ હોય છે. લોકો અહીં ટ્રેકિંગ અને એમેઝોનના જંગલોમાં ફરવા આવે છે.
2 / 5
ઓસ્ટ્રેલિયા દેશ: આ દેશ તેના દરિયાકિનારાના કારણે બનેલા હવામાનની વચ્ચે ઠંડક માટે ખૂબ જ પ્રખ્યાત છે, જૂનથી ઓગસ્ટ સુધી અહીં ઠંડીનો અનુભવ થઈ શકે છે. અહીં સ્વિમિંગથી લઈને અનેક સ્પોર્ટ્સનો આનંદ લઈ શકાય છે.
3 / 5
આફ્રિકા દેશ: આ દેશમાં જૂન,જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં શિયાળો આવે છે. જો તમે ભારતમાં કાળઝાળ ગરમીથી પરેશાન છો, તો તમે અહીં મુલાકાત લઈ શકો છો.
4 / 5
ન્યૂઝીલેન્ડ: ખુબ જ સુંદર આ દેશમાં જૂન મહિનાથી શિયાળાની ઋતુ શરુ થાય છે. તમે અહીં અનેક ટૂરિસ્ટ પ્લેસ પર ફરવા જઈ શકો છો. ન્યૂઝીલેન્ડ ફરવા માટે અને જોવાલાયક જગ્યાઓ માટે અનેક લોકોનું ફેવરિટ છે.