Gujarati News » Photo gallery » | Travel: Enjoy New Year Celebrations at These Overseas Destinations on a Low Budget
Travel: ઓછા બજેટમાં વિદેશના આ ડેસ્ટિનેશન્સ પર માણો ન્યૂ યર સેલિબ્રેશનની મજા
નવા વર્ષ પર બહાર ફરીને જશ્ન મનાવવાની અલગ જ મજા છે અને જો દેશની જગ્યાએ વિદેશમાં ફરવા જવાનું થાય તો વાત જ અલગ છે. ત્યારે બજેટમાં વિદેશ ટૂર કરવી મોટાભાગના લોકોની ડિમાન્ડ રહે છે. જો તમે પણ ન્યૂ યર પર સસ્તામાં ટ્રિપ કરવા ઈચ્છો છો તો આ જગ્યાઓને લિસ્ટમાં સામેલ કરો.
ભૂતાન- ભૂતાન વિશ્વભરમાં સંસ્કૃતિ અને શાંતિ માટે જાણીતું છે. જ્યાં એક ટાઈમનો ખર્ચ 100થી 500 રૂપિયા આવી શકે છે. અહીં તમે થિંપૂ, પુનાખા જોંગ અને અન્ય જગ્યા પર જઈ શકો છો.
1 / 5
ઈન્ડોનેશિયા: ઈન્ડોનેશિયામાં આવેલ બાલીને હનિમુન ડેસ્ટિનેશન માટે પણ ઓળખવામાં આવે છે. ભારતીય 100 રૂપિયાની ઈન્ડોનેશિયા કરન્સી વેલ્યુ 202.78 રૂપિયા છે. અહીં તમે ઓછા બજેટમાં ટ્રિપની મજા લઈ શકો છો.
2 / 5
મોરેશિયસ: મોરેશિયસ દુનિયાભરમાં સુંદર ધોધ અને તળાવો માટે જાણીતું છે. અહીં તમે 35,000થી 40,000 રૂપિયામાં ટ્રિપ કરી આવી શકો છો. તમને જણાવી દઈએ કે મોરેશિયસ ભારતીયોની પસંદગીની જગ્યાઓમાંથી એક છે.
3 / 5
નેપાળ: ભારતના પાડોશી દેશ નેપાળને ઓછા બજેટવાળા આંતરરાષ્ટ્રીય ડેસ્ટિનેશન તરીકે ઓળખવામાં આવે છે. નવા વર્ષ પર તમે અહીં 20,000થી 25,000 રૂપિયામાં ટ્રિપ પર જઈ શકો છો. અહીંનું કાઢમાંડુ શહેર તમને ખુબ જ પસંદ આવશે.
4 / 5
શ્રીલંકા: શ્રીલંકાની હરિયાળી અને ત્યાંની સંસ્કૃતિ ખુબ જ અનોખી છે. અહીં બજેટમાં ટ્રિપ કરવી સરળ છે, કારણ કે શ્રીલંકામાં ભારતના 100 રૂપિયાની કિંમત 256.56 રૂપિયા છે. અહીં તમને ઘણા સારા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પણ મળશે.