દુનિયાનાં સૌથી વધુ જંગલો ધરાવતા 5 દેશ: જુઓ ભારત કયા સ્થાન પર છે!
વિશ્વના સૌથી મોટા વન આવરણ ધરાવતા દેશો ક્યા શું તમે જાણો છો, એમા ભારતે પણ પોતાને મજબૂત રીતે સ્થાપિત કર્યું છે.

રશિયામાં વિશ્વનું સૌથી મોટું વન આવરણ છે. 832.6 મિલિયન હેક્ટર વિસ્તાર ધરાવે છે, તે વિશ્વના વન વિસ્તારના 20% થી વધુ હિસ્સો ધરાવે છે. સાઇબિરીયામાં ફેલાયેલા આ જંગલો સાઇબેરીયન વાઘ અને સફેદ રીંછ જેવા પ્રાણીઓનું ઘર છે.

બ્રાઝિલના જંગલો આશરે 486 મિલિયન હેક્ટરમાં ફેલાયેલા છે, જેમાં એમેઝોના વરસાદી જંગલ સૌથી અગ્રણી છે. તે ધરતીના ફેફસાં તરીકે ઓળખાય છે અને લાખો છોડ અને પ્રાણીઓની પ્રજાતિઓનું ઘર છે.

કેનેડામાં 368.8 મિલિયન હેક્ટર જંગલો છે. કેનેડિયન બોરિયલ જંગલ દેશના લગભગ 40% વિસ્તારને આવરી લે છે. તે સમૃદ્ધ જૈવવિવિધતાનું ઘર છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં 308.9 મિલિયન હેક્ટર જંગલો છે. અલાસ્કા, રેડવુડ અને એપાલેચિયન જંગલો વિવિધ પ્રકારના વૃક્ષો અને પ્રાણીઓનું ઘર છે. હવાઈમાં ઉષ્ણકટિબંધીય જંગલો પણ છે.

મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન દ્વારા ચીન વનનાબૂદીમાંથી બહાર આવ્યું છે. ચીનમાં હવે 227.2 મિલિયન હેક્ટર જંગલ છે, અને દર વર્ષે આશરે 1.69 મિલિયન હેક્ટર નવા જંગલો ઉમેરવામાં આવે છે.

FAO ના પ્રમાણે 2025માં ભારત રેન્કિંગમાં 9મા ક્રમે છે. તેમાં 72.7 મિલિયન હેક્ટર જંગલો છે. સતત વૃક્ષારોપણ અને સુધારેલ દેખરેખને કારણે ભારતના જંગલો સતત વિસ્તરી રહ્યા છે.
