Tokyo Olympicsથી લઈને વિશ્વ ચેમ્પિયનશીપ અને એશિયન ગેમ્સ સુધી 8 વર્ષથી બેડમિન્ટન કોટમાં પીવી સિંધુનું રાજ

પીવી સિંધુ (PV Sindhu)એ 2013માં વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ સાથે વિશ્વભરમાં પોતાની ચમક વેરી હતી. ત્યારબાદથી સતત સફળતાના માર્ગ પર રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 12:14 AM
પીવી સિંધૂ (PV Sindhu)એ કરી દેખાડ્યૂ છે, જે કોઈ ભારતીય મહિલા ખેલાડી નથી કરી શકી. ભારતની દિગ્ગજ શટલરે ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020)માં મહિલા સિંગલ્સનો બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. સિંધુએ ના ફક્ત ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને બીજો મેડલ અપાવ્યો છે, પરંતુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા એથલેટ બની છે. (Photo: PTI)

1 / 8

સિંધુએ બ્રોન્ઝ મેડલ માટે થયેલી ટક્કરમાં ચીનની હે બિંગજિયાઓને 21-13 અને 21-15થી હરાવી દીધી હતી. આ સાથે જ સિંધુએ પોતાની સફળતાઓ અને ઉપલબ્ધીઓને ઉંચાઈ આપી છે.

2 / 8
સિંધુએ ઓલિમ્પિકથી લઈને એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને વિશ્વ ચેમ્પિયનશીપ સુધી પોતાની ધાક જમાવી છે. સિંધુએ સૌથી પહેલા વિશ્વ ચેમ્પિયનશીપમાં પોતાની ધાક જમાવી હતી. જ્યાં 2013માં તેણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા હતા. સિંધુ જ અહીં જ નહોતી રોકાઈ, તેના બાદ 2014માં ફરી બ્રોન્ઝ જીત્યો હતો.

3 / 8
વિશ્વ ચેમ્પિયનશીપમાં પોતાના પ્રદર્શનને સુધારતા સિંધુએ 2017 અને 2018માં સતત બે વખત ફાઈનલ સુધી પહોંચીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યા હતા. ત્યારબાદ 2019માં તે વિશ્વ ચેમ્પિયન બનનારી પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની ગઈ હતી.

4 / 8
કોમનવેલ્થ ગેમ્સમાં સિંધુની ઝોળી ખાલી રહી હતી. સિંધુ વ્યક્તિગત સ્પર્ધામાં તો નહીં, પરંતુ મિક્સડ ટીમનો ગોલ્ડ મેડલ મળ્યો છે. જે ભારતે 2018માં જીત્યો હતો. આ કોમનવેલ્થમાં સિંધુને સિંગલ્સનો સિલ્વર મેડલ મળ્યો હતો. ત્યારે ભારતની દિગ્ગજ સાઈના નેહવાલે તેને ફાઈનલમાં હરાવી હતી. આ પહેલા 2014ની કોમનવેલ્થમાં તેણે સિંગલ્સના બ્રોન્ઝ મેડલને જીત્યો હતો.

5 / 8
વિશ્વ ચેમ્પિયનશીપ ઉપરાંત સિંધુએ એશિયન ગેમ્સમાં પોતાનો દબદબો દર્શાવ્યો હતો. તેણે 2018માં એશિયાડમાં સિંગલ્સનો સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. તેણે ફાઈનલમાં ચીની તાઈપેની તાઈ ત્જૂ યિંગને હરાવી હતી. આ પહેલા સિંધુ 2014માં મહિલા ટીમ સ્પર્ધાનો બ્રોન્ઝ જીતવાવાળી ખેલાડીઓમાં સામેલ હતી.

6 / 8
અંતમાં વાત એ મેડલની જ્યાં સિંધુએ સૌથી પહેલા ઈતિહાસ રચ્યો હતો. 2016માં રિયો ઓલિમ્પિકમાં સિંધુ ફાઈનલમાં પહોંચવા વાળી ભારતની પ્રથમ બેડમિન્ટન ખેલાડી બની હતી. ત્યારે તેને સ્પેનની કેરોલિના મારિને હરાવી દેતા ગોલ્ડ મેડલથી દુર રહેવુ પડ્યુ હતુ. જોકે સિંધુએ સિલ્વર મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા એથલેટ બની ગઈ હતી. હવે ટોક્યોમાં ફરીવાર પોતાનું નામ ઈતિહાસમાં નોંધાવી દીધુ છે.

7 / 8
સિંધુની મહિલા સિંગલ વર્ગની બીજી સેમીફાઈનલમાં તેની ટક્કર ચીની તાઈપે તાઈ ત્જૂ યિંગ (Tai Tzu Ying) સામે થઈ હતી. જેમાં તે સીધી રમતમાં હારી ગઈ હતી. આમ તે ગોલ્ડ મેળવવાના સપનાથી દુરથી થઈ ગઈ હતી.  વિશ્વ નંબર 1 ચીની તાઈપે ખેલાડીએ આ મેચની આકરી ટક્કરમાં 21-18 અને 21-12થી સિંધુને હરાવી હતી.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">