પીયૂષ મિશ્રાનો આજે જન્મદિન, મળી હતી એ ફિલ્મ જેણે બનાવી દીધું સલમાનનું કરિયર

બોલીવૂડના મલ્ટીટેલેન્ટેડ એક્ટર પીયૂષ મિશ્રાનો આજે જન્મદિન છે. આ પ્રસંગે ચાલો જાણીએ પીયૂષ વિષે કેટલીક ઇન્ટરેસ્ટીંગ વાતો.

  • tv9 webdesk37
  • Published On - 15:10 PM, 13 Jan 2021
પીયૂષ મિશ્રા ગીતકાર, મ્યુઝીક ડિરેક્ટર, સિંગર, અને એક્ટર સાથે સ્ક્રિપ્ટરાઈટર પણ છે. પીયૂષે લાંબા સમય સુધી નાટકોમાં કામ કર્યું છે.
પીયૂષ ગ્વાલિયરમાં ભણ્યા અને મોટા થયા. તેમના પિતાની મોટી બહેને એમને ઉછેર્યા. અનુશાસિત ઘરના માહોલમાં પણ પીયૂષ પોતાની રીતે જીવ્યા અને મોટા થયા.
પીયૂષનું માનવું છે કે ગુસ્સાથી ક્રિએટીવીટી વધે છે. પીયૂષનું સાચું નામ પ્રિયકાંત શર્મા છે.
પીયૂષે 8માં ધોરણમાં પહેલી કવિતા લખી હતી. તેઓ બહુ મોડા 2003માં મુંબઈ આવ્યા. આ પહેલા તેઓ દિલ્લીમાં થીએટર આર્ટીસ્ટ હતા.
પીયૂષ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાથી વર્ષ 1986 માં ગ્રેજ્યુએટ થયા. ત્યાર બાદ 'એક્ટ વન' નામથી તેમણે થીએટર ગ્રૂપ શરુ કરું.
કહેવાય છે કે પીયૂષને 'મૈને પ્યાર કિયા'માં લીડ રોલ મળવાનો હતો. જે ત્યાર બાદ સલમાન ખાનને મળ્યો.
બોલીવૂડમાં પીયૂષની એન્ટ્રી 'દિલ સે' ફિલ્મથી થઇ. જેમાં તેઓએ સીબીઆઈ ઓફિસરનો રોલ કર્યો હતો.
પીયૂષે 'ભારત એક ખોજ' અને 'કિલે કા રહસ્ય' જેવી ટીવી સિરિયલમાં પણ કામ કર્યું છે.
પીયૂષને પહેલા ખરાબ નશા કરવાની આદત હતી. જે છોડીને તેઓએ પોતાની ઈમેજ બદલી. આ માટે વર્ષ 2010 માં વિપસનાનો કોર્ષ કર્યો.
અનુરાગ કશ્યપ, તિગ્માંશુ ધૂલિયા અને કબીર જેવા ફિલ્મ મેકર્સના પીયૂષ જુના મિત્ર છે.