આ રાજ્ય મજુરી પર આપે છે સૌથી વધારે મહેનતાણું, જાણો તમારુ રાજ્ય કેટલી આપે છે મજુરી
TV9 GUJARATI | Edited By: Dhinal Chavda
Updated on: Nov 29, 2022 | 5:05 PM
માથાદીઠ આવક(income per capita)ના સંદર્ભમાં ગુજરાતની મોટી કમાણી છે, પરંતુ રાજ્ય મજૂરો પ્રત્યે ઓછું દયાળુ છે. ઉત્તર પ્રદેશ અને બિહારની સ્થિતિ મધ્યપ્રદેશ કરતા સારી છે.
income per capita
દેશમાં મજુરી અને ગરીબી પર મોટી મોટી ચર્ચા અને વાયદાઓ થતા રહેતા હોય છે. મજુરોને સૌથી વધુ મહેનતાણું ક્યાં મળે છે. મજુરી આપવાના મામલે ક્યુ રાજ્ય સૌથી વધારે આગળ છે ? RBI ના રીપોર્ટમાં આ બાબતની જાણકારી આપવામાં આવી છે કે મજુરોને ક્યાં રાજ્યમાં વધારે મજુરી મળે છે અને ક્યાં ઓછી. આજે અમે ડેટા દ્વારા આ માહિતી આપવાનો પ્રયાસ કરશું. તો ચોલો જાણીએ આંકડા.
કેરળમાં મજૂરોને સૌથી વધુ વેતન મળે છે. રિપોર્ટ અનુસાર, અહીં માથાદીઠ આવક વાર્ષિક 1,94,767 રૂપિયા છે, જ્યારે મજૂરોને 838 રૂપિયા પ્રતિ દિવસ આપવામાં આવે છે.
કેરળની સરખામણીએ તમામ રાજ્યોમાં વેતન ખૂબ જ ઓછું છે. જો કે આ યાદીમાં હરિયાણા અને પંજાબ બીજા અને ત્રીજા સ્થાને છે, તેમ છતાં તેમને કેરળની સરખામણીમાં લગભગ અડધું વેતન મળે છે.
માથાદીઠ આવકના સંદર્ભમાં ગુજરાતની મોટી કમાણી છે, પરંતુ રાજ્ય મજૂરો પ્રત્યેનું વલણ ઓરમાયુ છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રના આંકડા પણ જુઓ..
જો આપણે અન્ય હિન્દીભાષી રાજ્યોની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ અને બિહારની સ્થિતિ મધ્યપ્રદેશ કરતા સારી છે. યુપી અને બિહારમાં મજૂરી અનુક્રમે રૂ. 335 અને રૂ. 328 છે, જ્યારે મધ્ય પ્રદેશમાં મજૂરોને રોજના સરેરાશ રૂ. 267 જ મળે છે.