Business Idea : ખરેખરમાં ‘પિઝા’ જેવો તો કોઈ ધંધો જ નથી, એકવાર શરૂ તો કરો ‘દમદાર કમાણી’ કરશો
ભારતમાં ફાસ્ટ ફૂડનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને પિઝા જેવા ફાસ્ટ ફૂડ તો યુવાનો, બાળકો અને ફેમિલીમાં ખૂબ લોકપ્રિય છે. એવામાં ચાલો જાણીએ કે, આ પિઝાનો બિઝનેસ કઈ રીતે શરૂ કરવો....

પિઝા બિઝનેસ આજકાલ યુવાઓમાં ખૂબ લોકપ્રિય બની રહ્યો છે. જો તમે નાની દુકાન ખોલવા માંગો છો, તો પહેલા યોગ્ય સ્થાન પસંદ કરવું જરૂરી છે. આમ જોવા જઈએ તો તમે, કોલેજ, સ્કૂલ કે ઓફિસ વિસ્તારમાં પિઝાનો બિઝનેસ શરૂ કરી શકો છો.

શરૂઆતમાં અંદાજે ₹2 લાખથી ₹3 લાખનું રોકાણ કરવું પડી શકે છે, જેમાં ઓવન, ફ્રિજ, કાઉન્ટર, મશીન તથા સામાન (ચીઝ, મેંદા, સોસ, ટોપિંગ્સ) નો સમાવેશ થાય છે.

દૈનિક ખર્ચમાં સામાન માટે ₹1,500 થી ₹3,000, ભાડું તથા વીજળી મહિને ₹20,000 થી ₹30,000 અને સ્ટાફ સેલેરીનો ખર્ચ ₹10,000 થી ₹20,000 ની આસપાસ આવે છે.

હવે આવકની વાત કરીએ તો, જો દરરોજ 50 પિઝા વેચાય અને એક પિઝાનો સરેરાશ ભાવ ₹150 ગણીએ તો દૈનિક આવક ₹7,500 થાય છે, જેમાંથી ચોખ્ખો નફો ₹3,000 થી ₹4,000 સુધીનો રહે છે. માસિક આવક અંદાજે ₹70,000 થી ₹1 લાખ સુધી પહોંચી શકે છે.

માર્કેટિંગ માટે સોશિયલ મીડિયા પેજ બનાવો, Zomato–Swiggy પર બિઝનેસ રજીસ્ટર કરો, કોલેજો અને ઓફિસોમાં Buy 1 Get 1 Free કે Student Discount આપો.

મેનૂમાં વેરાયટી રાખવી જરૂરી છે, જેથી ગ્રાહકો વારંવાર શોપ પર આવે અને બિઝનેસ સતત વધતો રહે. પિઝા બિઝનેસથી સારી આવક થઈ શકે છે અને લાંબાગાળે તો તમે આ વ્યવસાય થકી માલામાલ બની શકો છો.
પિઝા કઈ રીતે બનાવવા? જાણવું હોય તો અહીં ક્લિક કરો...
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
