
કંપનીનો સ્ટોક હાલમાં તમામ મુખ્ય મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે, જેમાં તેના 20-DMA (₹9.11), 50-DMA (₹8.24) અને 200-DMA (₹7.69) નો સમાવેશ થાય છે. આ સૂચવે છે કે, શેરમાં સારા સપોર્ટ લેવલ છે.

17 ઓક્ટોબરે, જ્યારે '50-DMA' 200-DMA ને પાર કરી ગયો, ત્યારે શેરે ગોલ્ડન ક્રોસઓવર બનાવ્યો. આને તેજીનો સંકેત માનવામાં આવે છે. બીજીબાજુ વીકલી ચાર્ટ પર સમાન પેટર્ન બની રહી છે, જ્યાં 20-Week Moving Average (₹7.77) 50-WMA (₹7.72) થી ઉપર જઈ રહી છે. આ ટ્રેન્ડ શેરને વધુ મજબૂત બનાવી શકે છે.

સુપર ટ્રેન્ડ ઈન્ડિકેટર, જે ટ્રેન્ડની દિશા દર્શાવે છે, તે હાલમાં સ્ટોકની નીચે છે, એટલે કે સ્ટોક હજુ પણ ઉપરના ટ્રેન્ડમાં છે. આ ઈન્ડિકેટર મુજબ, સ્ટોકને ₹8.52 અને ₹6.25 પર મજબૂત સપોર્ટ છે. આ ત્રણ સપોર્ટ સૂચવે છે કે, સ્ટોકમાં ₹9.11 અને ₹6.25 ની વચ્ચે ઘણા મજબૂત સપોર્ટ લેવલ છે.

ટેકનિકલ ચાર્ટ્સ મુજબ, વોડાફોન આઇડિયાના શેર માટે ₹9.86 (200-વીક મૂવિંગ એવરેજ) ઉપર એક મોટો રેઝિસ્ટન્સ છે. આ પછીનું લેવલ ₹10.73 (100-WMA) પર દેખાય છે. મંથલી ચાર્ટ મુજબ, ₹9.90 થી ₹11.88 ની રેન્જ સ્ટોક માટે મજબૂત રેઝિસ્ટન્સ ઝોન છે.

જો આ સ્ટોક ₹11.88 થી ઉપર બંધ થાય છે, તો તેનો અપટ્રેન્ડ મજબૂત થશે. લોન્ગ-ટર્મનો ચાર્ટ દર્શાવે છે કે, જો સ્ટોક આ લેવલને પાર કરે છે, તો તે ₹15 સુધી પહોંચી શકે છે, જેનો અર્થ વર્તમાન ભાવથી આશરે 56% નો સંભવિત વધારો થઈ શકે છે.