આ છે પૃથ્વી પર સૌથી વધુ સમય સુધી જીવિત રહેનારો જીવ, ઉંમર જાણીને દંગ રહી જશો

જો કે કાચબાની ઉંમર પૃથ્વી પર સૌથી લાંબી માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે એક એવા કાચબાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે, જેની ઉંમર પૃથ્વી પર સૌથી લાંબી માનવામાં આવે છે.

Jan 16, 2022 | 10:02 AM
TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Jan 16, 2022 | 10:02 AM

આ ધરતી પર ઘણા એવા પ્રાણીઓ છે જેની ઉંમરને લઈને દુનિયાભરમાં ચર્ચાનો વિષય બને છે. જો લાંબુ જીવવાની વાત હોય તો કાચબો અન્ય પ્રાણીઓને પાછળ છોડી દે છે કારણ કે તે પૃથ્વી પર એક એવું પ્રાણી છે જે ખૂબ લાંબુ જીવે છે. પરંતુ શું તમે દુનિયાના સૌથી જૂના કાચબાને જાણો છો?

1 / 5
અમે વાત કરી રહ્યા છીએ જોનાથન વિશે, તેનું નામ વિશ્વના સૌથી વૃદ્ધ પ્રાણી તરીકે નોંધવામાં આવ્યું છે. તે કેટલું જૂનું છે તે અંગે વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં છે. દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં સેન્ટ હેલેના આઇલેન્ડમાં રહેતો જોનાથન તેની ઉંમરના કારણે ચર્ચામાં છે.

2 / 5
જોનાથનનું નામ વિશ્વના સૌથી વૃદ્ધ પ્રાણી તરીકે નોંધાયેલું છે. જોનાથન નામનો આ કાચબો વિશ્વના સૌથી જૂના જીવંત પ્રાણી તરીકે ઓળખાય છે. તે કેટલું જૂનું છે તે અંગે વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં છે. દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં સેન્ટ હેલેના આઇલેન્ડમાં રહેતો જોનાથન તેની ઉંમરના કારણે સમાચારમાં છે.

3 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોનાથનનો જન્મ 1832 માં થયો હતો, તેથી વર્ષ 2022 માં તે 190 વર્ષનો થઈ ગયો હશે. તે ઓછામાં ઓછું 190 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. જોનાથનને 1882માં સેન્ટ હેલેના લાવવામાં આવ્યા ત્યારે તે 50 વર્ષના હતા. કાચબાનું નવીનતમ ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું શીર્ષક સત્તાવાર રીતે "સૌથી જૂનું ચેલોનિયન" છે, જેમાં તમામ turtule, terrapins અને  tortoiseનો સમાવેશ થાય છે.

4 / 5
જોનાથન નામનો આ કાચબો એટલાન્ટિક મહાસાગરમાં બ્રિટિશ વિદેશી પ્રદેશ સેન્ટ હેલેના પર રહે છે. જોનાથનને સૂર્યસ્નાન કરવું ગમે છે. પરંતુ ગરમીના દિવસોમાં તે છાયામાં રહે છે. કોબી, કાકડી, ગાજર, સફરજન, કેળા, સલાડ અને અન્ય સિઝનના ફળો તેમના ફેવરિટ છે. જોકે, વૃદ્ધાવસ્થાને કારણે જોનાથન ઓછું જુએ છે. સૂંઘવાની ક્ષમતા પણ જતી રહે છે. પરંતુ તે સારી રીતે સાંભળી શકે છે. તેની તબિયત અનુસાર જોનાથન લાંબુ જીવન જીવશે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati